ઉત્તર પ્રદેશના હાપુડ સ્થિત હાપુડ ખાટુશ્યામ મંદિરમાં જાે ભક્તો ફાટેલા જીન્સ, હાફ પેન્ટ, સ્કર્ટ જેવા ઉશ્કેરણીજનક કપડા પહેરીને દર્શન કરવા જાય છે તો તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવશે. અહીં દર્શન માટે આવતા ભક્તોએ હવે ડ્રેસ કોડનું પાલન કરવું પડશે. આ અંગે મંદિર સમિતિ દ્વારા એક દિશા-નિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યો છે.
મંદિર કમિટીએ બોર્ડ લગાવીને ડ્રેસ કોડના નિર્દેશો લખ્યા છે. આ સાથે જ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે, તેઓ મર્યાદિત કપડામાં જ મંદિર પરિસરમાં પ્રવેશ કરે. જાે કોઈ શ્રદ્ધાળુ ફાટેલા જીન્સ પહેરીને મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરશે તો તેને અનુમતિ નહીં મળશે. મંદિર કમિટી દ્વારા કહેવામાં આવ્યુ છે કે, ટૂંકા કપડા જેવા કે, હાફ પેન્ટ, બરમુડા, મીની સ્કટ અને નાઈટ શૂટ પહેરીને આવનારા શ્રદ્ધાળુ ભગવાનના દર્શન બહારથી જ કરે.
મંદિર સમિતિના આ ર્નિણયને અનેક શ્રદ્ધાળુઓએ આવકાર્યો છે.

એક ભક્ત નવીન ગોયલે કહ્યું કે, મંદિર આસ્થાનું કેન્દ્ર છે. મર્યાદિત કપડામાં જ મંદિરમાં જવું જાેઈએ. આ એક સારો ર્નિણય છે. આ વર્ષની શરૂઆતમાં મુઝફ્ફરનગર શહેરમાં સ્થિત પ્રસિદ્ધ બાલાજી મંદિર સમિતિએ ભક્તો માટે કેટલીક આવી જ માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ મંદિરમાં પણ હાફ પેન્ટ, બરમુડા, મીની સ્કર્ટ જેવા કપડા ન પહેરવા અપીલ કરવામાં આવી હતી. બાલાજી મંદિરમાં ઉશ્કેરણીજનક કપડાં પહેરીને આવતા ભક્તોની ફરિયાદો આવી હતી જેને ધ્યાનમાં રાખીને મંદિર સમિતિના લોકોએ પોતાની વચ્ચે ચર્ચા કરી હતી. ત્યારબાદ ડ્રેસ કોડના નિયમોનો અમલ કરવાની સૂચના આપી. બીજી તરફ આ જ વર્ષે શિમલાના એક દિગંબર જૈન મંદિરમાં ઉશ્કેરણીજનક વસ્ત્રો પહેરીને દર્શન કરવા આવતા ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Share.
Exit mobile version