ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને પૂર્વ અનુભવી ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ફરી એકવાર પૂર્વ કેપ્ટન એમએસ ધોની પર નિશાન સાધ્યું છે. આ વીડિયોમાં તે કહેતા જાેવા મળી રહ્યા છે કે, ‘મારું લોહી હજુ પણ ઉકળી રહ્યું છે. વર્લ્ડકપ ૨૦૧૯ની સેમીફાઈનલ મેચમાં ધોનીએ જાણીજાેઈને સારી બેટિંગ ન કરી જેથી ભારત કિવી ટીમ સામે હારી ગયું. તે ક્યારેય ઇચ્છતો હતો કે અન્ય કોઇ કેપ્ટન ભારત માટે વર્લ્ડ કપ ટાઇટલ જીતે. તેમણે કહ્યું, ‘રવીન્દ્ર જાડેજા એક છેડેથી જબરદસ્ત હિંમત બતાવી રહ્યો હતો અને ભારતને લક્ષ્યની નજીક લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે ધોની તેની ક્ષમતા મુજબ રમી રહ્યો ન હતો. જાે તે (ધોની) તેની ક્ષમતાના ૪૦ ટકા પણ રમ્યો હોત તો આપણે ૪૮મી ઓવરમાં જ મેચ જીતી શક્યા હોત. પૂર્વ ક્રિકેટરે કહ્યું, ‘ચાલો તર્કની વાત કરીએ. જાડેજા જ્યારે બેટિંગ કરતો હતો ત્યારે એ જ બોલર અને એ જ વિકેટ હતી.

તે સતત સિક્સર અને ફોર ફટકારી રહ્યો હતો અને આ ભાઈ (ધોની) તુ માર, પંડ્યાને કહ્યું તુ માર. તેણે બે બેટ્‌સમેનોને આઉટ કરાવ્યા હતા. જાે જાડેજા આવીને રમી શક્યો હોત અને તે પણ રમી શક્યો હોત તો આપણે ૪૮ ઓવરમાં જ મેચ જીતી ગયા હોત. યોગરાજે CSK માટે ધોનીની ઇનિંગ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, ‘જ્યારે તે CSK માટે રમે છે ત્યારે તે ૧૫ બોલમાં ૪૦ રન અને ૨૦ બોલમાં ૫૦ રન બનાવે છે. આ દરમિયાન તે જબરદસ્ત રીતે સિક્સર અને ફોર પણ ફટકારે છે. તમે ચેન્નાઈ સુપર કિંગ્સ જીતી શકો છો… શું તમે તે દિવસે… તમને જણાવી દઈએ કે સેમી ફાઈનલ મેચમાં ધોની ૪૯મી ઓવરમાં ૫૦ રન બનાવીને રનઆઉટ થયો હતો. છેલ્લા પૂંછડીના બેટ્‌સમેનોએ ૨૪ રન બનાવવાના હતા પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. કિવી ટીમે આપેલા ૨૩૯ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ ૨૨૧ રનમાં જ ઢગલો થઈ ગઈ હતી. આમ આ રોમાંચક મેચમાં ભારતીય ટીમને ૧૮ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Share.
Exit mobile version