અત્યાર સુધી રશિયા અને યુક્રેન યુધ્ધમાં રશિયાને મદદ કરનાર રશિયાની પ્રાઈવે્‌ટ આર્મી વેગનર ગ્રૂપે બગાવત કરવાની ધમકી આપ્યા બાદ આખી દુનિયામાં ખળભળાટ મચ્યો છે. રશિયન પ્રમુખ પુતિન માટે આ પ્રકારની ધમકી મોટા ફટકા સમાન છે. પોતાના દેશ સામે બાંયો ચઢાવનાર વેગનર ગ્રૂપનો ચીફ વગેની પ્રિગોઝિન હવે રાતોરાત ચર્ચામાં છે. લોકો જાણવા માંગે છે કે, પુતિનની સામે પડનાર પ્રિગોઝિન છે કોણ…
પ્રિગોઝિન પુતિનની એકદમ નિકટના વ્યક્તિ તરીકે જાણીતો હતો પણ હવે તેણે જ તખ્તા પલટની ધમકી આપી છે. તેનો જન્મ ૧૯૬૧માં સેંટ પિટર્સબર્ગમાં થયો હતો. બાળપણમાં તેના પિતાનુ મોત થયુ હતુ. તેની માતા એક હોસ્પિટલમાં કામ કરતી હતી. શરૂઆતના અભ્યાસ બાદ તેણે એક સ્પોર્ટસ એકેડમી જાેઈન કરી હતી અને સ્કિઈંગની તાલીમ લેવાની શરૂ કરી હતી. શરૂઆતમાં તે આ રમતનો ખેલાડી બનવા માંગતો હતો પણ તેનુ આ સપનુ પુરૂ થયુ નહોતુ. એ પછી તે ગુનેગારોની એક ગેંગમાં સામેલ થઈ ગયો હતો.
એવુ મનાય છે કે, ૧૮ વર્ષની વયે તેણે પહેલો ગુનો આચર્યો હતો. ૧૯૮૦માં તેણે એક મહિલાને લૂંટી લીધી હતી અને એ પછી આ સિલસિલો ચાલુ જ રહ્યો હતો. ૧૯૮૧માં રશિયાની એક કોર્ટે તેને ૧૩ વર્ષની કેદની સજા ફટકારી હતી. ૧૯૯૦માં જ્યારે સોવિયેત યુનિયન છુટુ પડી ગયુ ત્યારે તેને જેલમાંથી છોડી દેવામાં આવ્યો હતો. તે ફરી પોતાના શહેર પિટર્સબર્ગ પાછો ફર્યો હતો અને હોટડોગ વેચવાનુ શરૂ કર્યુ હતુ. એ પછી તે મહિને ૧૦૦૦ ડોલર સુધી કમાણી કરવા માંડ્યો હતો.
આ દરમિયાન પ્રિગોઝિને એક સુપરમાર્કેટનો કેટલોક શેર ખરીદી લીધો હતો. ૧૯૯૫ તેણે એક રેસ્ટોરન્ટ શરૂ કરી હતી અને રેસ્ટોરન્ટરને લોકપ્રિય બનાવવા માટે સ્ટ્રિપ ડાન્સરો રાખી હતી. આ

Share.

Leave A Reply

Exit mobile version