વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે. ત્યારે તેમની પ્રથમ રાજ્ય મુલાકાત દરમિયાન અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રને બપોરે સંબોધન કર્યું હતું. યુએસ કોંગ્રેસમાં પીએમ મોદીએ બીજી વખત સંબોધન કર્યું હતું . આ પહેલા વડાપ્રધાન મોદીએ ૨૦૧૬માં યુએસ સંસદમાં ભાષણ આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકી સંસદને સંબોધિત કરી હતી. પીએમએ સંબોધન દરમિયાન તેમણે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની પણ પ્રશંસા કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે અમેરિકી સંસદને સંબોધન કરવું હંમેશા ગર્વની વાત છે. આ એક અસાધારણ સન્માન છે. પીએમ મોદીએ ગઈકાલે ભારતીય સમય અનુસાર ગઈકાલે મોડી રાત્રે અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કર્યું હતું. અમેરિકી સંસદમાં પીએમ મોદી બોલ્યા હતા કે ભારત લોકતંત્રની જનની છે.
મોદીએ કહ્યું સાત વર્ષમાં ઘણું બદલાઈ ગયું છે પરંતુ ભારત-અમેરિકાની મિત્રતા ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા એવી ને એવી જ રહી. પીએમે ભારત સાથેના અમેરિકાના સંબંધોની તુલના એઆઈએટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે કરી હતી અને કહ્યું કે હવે બંને દેશો વચ્ચે વિશ્વાસની મિત્રતા છે અને વિશ્વાસ વધ્યો છે. આ ઉપરાંત મોદીએ કહ્યું હતું કે ભારત અને અમેરિકા બંને મહાન લોકતાંત્રિક દેશ છે. બંને દેશોના ગાઢ સંબંધો છે. અમેરિકાના વિકાસમાં ભારતીયોનો પણ ફાળો છે. તેણે કહ્યું, હું સમજું છું કે યુએસ સ્પીકર માટે આ કામ સરળ નહીં હોય. પીએમ મોદીએ કહ્યું કે ૨૦૦ વર્ષથી અમે પરસ્પર વિશ્વાસ વધાર્યો છે. ભારત-અમેરિકાના સંબંધો પર મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથરનો પ્રભાવ છે. બે સદીઓથી અમે એકબીજાને પ્રભાવિત કર્યા છે. ભારત અને અમેરિકા માટે લોકશાહી મૂલ્યો મહત્વપૂર્ણ છે. લોકશાહી સમાનતા અને સન્માનની એક પ્રતીક છે.
વડાપ્રધાન મોદીએ યુક્રેન સંકટ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે તેણે ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વિના બંને દેશો પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ગ્લોબલાઈઝેશનનો એક ગેરફાયદો એ છે કે સપ્લાય ચેઈન સીમિત થઈ ગઈ છે. તેમણે કહ્યું કે યુદ્ધને કારણે વિકાસશીલ દેશો પ્રભાવિત થયા છે. આ ઉપરાંત ચીન અને પાકિસ્તાન અંગે તેમણે કહ્યું કે સંઘર્ષના કાળા વાદળો ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર પણ અસર કરી રહ્યા છે. પ્રદેશમાં સ્થિરતા એ અમારી સહિયારી ચિંતા છે. આપણે સાથે મળીને સુખ જાેઈએ છે. ૯/૧૧ અને ૨૬/૧૧ પછી આતંકવાદ મુખ્ય ચિંતાનો વિષય બની ગયો છે. આતંકવાદ માનવતાનો દુશ્મન છે અને તેની સામે આપણે સાથે મળીને લડવું જાેઈએ.

Share.
Exit mobile version