આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ એકમો પર દરોડા પાડીને પનીરના સેમ્પલ લેવાયા હતા, ત્રણ સેમ્પલ ફેલ નીકળ્યા

ગુજરાતમાં ખાણીપીણીની નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો છે. જાે તમે પણ પનીર ખાવાના શોખીન છો તો સાવધાન થઈ જજાે, રાજકોટ બાદ હવે વડોદરામાં પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે. ગુજરાતભરમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે. જેમાં બિનઆરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તુઓ વેચતા એકમો પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. આવામાં વડોદરામાં પનીરના સેમ્પલ ફેલ થયા છે. વડોદરા પાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં પનીરના નમૂના ફેલ થયા છે.

પાલિકા દ્વારા ત્રણ પનીરના મેન્યુફેક્ચરિંગ યુનિટના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજકાલ પનીર અને ચીફ વગર કોઈ વસ્તુ માર્કેટમાં વેચાતી નથી. ખાણીપીણીની દરેક આઈટમમાં ચીઝ અને પનીર હોય જ છે. આ કારણે માર્કેટમાં બંને વસ્તુઓનો વપરાશ વધી રહ્યો છે. આ ડિમાન્ડને પહોંચી વળવા માટે હવે લોકો નકલી વસ્તુઓ બનાવવા લાગ્યા છે. વડોદરામાં તાજેતરમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. જેમાં વિવિધ એકમો પર દરોડા પાડીને સેમ્પલ લેવાયા હતા. આ સેમ્પલને ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલવામા આવ્યા હતા. જેનો રિપોર્ટ આવી ગયો છે.

ડભોઈ રોડ પર આવેલ શ્રી સાંઈનાથ મિલ્ક સપ્લાયર, વડસર બ્રિજ નજીક આવેલ અમૃતમ ફૂડ પ્રોડક્ટ્‌સ અને વાઘોડિયા રોડની શ્રી દ્વારકેશ ડેરીના નમૂના સબ સ્ટાન્ડર્ડ જણાયા હતા. આ ૩ વિક્રેતાના પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવ્યા હતા. આ ત્રણેયના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામા આવ્યા છે. તો સાથે જ ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમે ૧૫ ફુડ બિઝનેસ ઓપરેટરોને સ્વચ્છતા માટે નોટિસ ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના વિવિધ શહેરમાં વેચાતા પનીર બાબતે સઘન ઇન્સપેકશનની કામગીરી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

અખાદ્ય પદાર્થ ખાવાથી શરીરમાં ગંભીર પ્રકારની બીમારીઓ થવાની શક્યતાઓ છે. જેમાં ઝાડા, ઉલટી જેવી ગંભીર બીમારી થઇ શકે સાથે પેટના રોગનો પણ મોટો ભય રહેલો છે.

થોડા સમય પહેલા રાજકોટમાં ૧૬૦૦ કિલો જેટલો ખાદ્ય પનીરનો જથ્થો મળી આવ્યો હતો. નકલી પનીરના રેકેટની કડીઓ તપાસતા ભાવનગરના મહુવાના મેસવાડ ગામથી પનીર આવ્યું હતું. ૯ જેટલા રાજકોટના વેપારીઓ આ અખાદ્ય પનીર વિતરણ કરવામાં આવતું હતું. રાજકોટમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત પનીરનો જથ્થો મળી આવતા ઇસ્ઝ્રના આરોગ્ય વિભાગે શંકાસ્પદ ભેળસેળયુક્ત પનીર આધારે તપાસ શરૂ કરી હતી.

Share.

Leave A Reply

Exit mobile version