વડોદરા ગ્રાહક નિવારણ પંચે એક મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. પંચનું કહેવું છે કે જાે કોઈ મહિલા પરિણિત હોય તો પણ તેના પિતા દ્વારા લેવામાં આવેલી પોલિસી હેઠળ વીમાનો દાવો કરી શકે.
ફોરમે વીમા કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ અરજદાર ભરત ચોધરીને તેમની પુત્રીના હોસ્પિટલ ખર્ચ માટેનો વીમો આપી દેવાનો ઓર્ડર કર્યો છે.
ભરત ચોધરીએ ૨૦૦૯માં તેમના પરિવારના સભ્યો માટે ફ્લોટર મેડિક્લેમ પોલિસી લીધી હતી અને દર વર્ષે પોલિસી રિન્યૂ કરાવતા હતા પરંતુ ૨૦૦૯ની સાલમાં તેમની પુત્રીને પેશાબ માર્ગમાં તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમની સારવારનો ૬૫૦૦૦ રુપિયા ખર્ચ થયો હતો.
ભરત ચોધરીએ ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની પાસેથી ૬૫,૦૦૦ના વીમાનો દાવો કરતી અરજી કરી હતી જાેકે, વીમા કંપનીએ આ દાવાને એ આધાર પર નકારી કાઢ્યો હતો કે અંકિતાની જ્યારે તબીબી સારવાર કરવામાં આવી ત્યારે તેના લગ્ન થયા હતા અને તેથી પોલિસીની શરતો અને નિયમો અનુસાર, પોલિસી હેઠળ તેનો સમાવેશ ન થઈ શકે અને વીમો ન મળી શકે. વીમાદાતાએ દલીલ કરી હતી કે ચૌધરીએ તેમને જાણ કરી ન હતી કે પોલિસી રિન્યૂ કરતી વખતે અંકિતાના લગ્ન થયા હતા.
વિમા કંપનીના ઈન્કાર બાદ ચોધરીએ ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી અને પોતાના વીમા માટેની માગ કરી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ ગ્રાહક ફોરમે કહ્યું હતું કે પોલિસીની શરતમાં ક્યાંય એવું કહેવાયું નથી કે જાે પુત્રી પરિણીત હોય તો તેને પોલિસી હેઠળ આવરી ન શકાય. “કલમ ૬૫ ફક્ત એટલું જ કહે છે કે પોલીસીમાં ત્રણ મહિનાના બાળકથી લઈને ૨૫ વર્ષના સંતાનો સુધીના આશ્રિતોને આવરી લેવામાં આવશે જેઓ તેમના માતાપિતા પર ર્નિભર છે.
ફોરમે એવું પણ અવલોકન કર્યું હતું કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે અંકિતાને ડેન્ગ્યુ તાવની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારે વીમા કંપનીએ અંકિતા માટે ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવેલા અન્ય એક દાવાની પતાવટ કરી હતી. ફોરમે જણાવ્યું હતું કે, “જાે બીજા દાવામાં પુત્રીના લગ્ન કોઈ મુદ્દો ન બનતો હોય તો પહેલા દાવામાં શા માટે બનાવવો જાેઈએ. વીમાદાતાએ અરજદારની પુત્રીના લગ્ન થયા છે તેવું બહાનું આપીને ખોટી રીતે વીમાના દાવાને નકારી કાઢ્યો હતો પરંતુ ફોરમે વીમા કંપનીને આદેશ આપ્યો કે તેણે અરજદારને ૯ ટકા વ્યાજ સાથે ૬૫૮૪૬ રુપિયા અને માનસિક ત્રાસ અને કાનૂની ખર્ચ પેટે પ્રત્યેકને રૂ.૨,૦૦૦ ચુકવી આપવા પડશે.