અમરેલી ખત્રીવાડાની રૂપેણ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. નદીઓમાં ઘોડાપુરનાં કારણે ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ગામ સંપર્ક વિહોણું બનતા મૃતદેહ રઝળ્યો હતો. સ્મશાન યાત્રા ખેતરોમાંથી પસાર થઈ ટીંબી લઈ જવાઈ હતી. ગીર જંગલમાં ઉપરવાસમાં ભારે વરસાદથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નદી-નાળાઓ છલકાતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.
ગીર ગઢડાનાં રાવલ ડેમનાં વધુ બે દરવાજા ખોલાયા છે. ગઈ કાલે પણ ડેમનાં બે દરવાજા ખોલાયા હતા. આજે ડેમમાં પાણીની આવક વધતા દરવાજા ખોલાયા છે. ત્યારે ડેમમાં પ્રતિ સેકન્ડ પ્રવાહ ૪૩૪૪ ક્યુસેક વહી રહ્યો છે.
ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. જિલ્લાના બિલા, સરેરા, અને શાંતિનગરમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિરત વરસાદના લીધે માલણ ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો છે. મહત્વનું છે કે જેસર પંથક માટે માલણ નદી જીવાદોરી સમાન છે.
વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ, અમરેલી, ડાંગ, વલસાડ અને નવસારી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત અને તાપી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાંચેય જીલ્લામાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
સાવરકુંડલાનાં બાઢડા નજીકનાં ત્રિવેણી સંગમ ડેમમાં ગાબડું પડ્યું હતું. ડેમમાં ગાબડું પડતા ૧૦ ગામો માટે આશીર્વાદરૂપ ત્રિવેણી સંગમનાં ચેકડેમમાં ગાબડું પડ્યું હતું. ડેમની સાઈડમાંથી ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. બાઢડા, જાબાળ, સુરજવડી સહિતનાં ગામનાં ખેડૂતોને મુશ્કેલી પડશે. ત્રિવેણી સંગમ ડેમનાં પાણી જાબાળ ગામમાં ધુસ્યા હતા. ડેમ જર્જરિત હોવા છતાં તંત્રએ સમારકાર ન કર્યાનો સ્થાનિકોનો આરોપ છે. વારંવાર રજૂઆતો છતાં તંત્રએ કોઈ કામગીરી ન કર્યાનો સ્થાનિકોનો આરોપ છે.
જૂનાગઢ જીલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. માળીયાહાટીનાનો ભાખરવડ ડેમ છલકાયો હતો. ઉપવરાસમાં ભારે વરસાદ પડતાં ડેમમાં પાણીની આવક થવા પામી છે. ભાખરવડ ડેમ માળીયાહાટીનાની જીવાદોરી સમાન ગણાય છે.
જૂનાગઢમાં અતિભારે વરસાદથી મોટું નુકશાન થયું છે. કણજર ગામમાં બાગાયતી પાકોને નુકશાનની ભીતી છે. ખેડૂતનાં કેરી અને ફ્રુટનાં બાગમાં વરસાદી પાણી ઘુસ્યા છે. ઓઝત નદીનું પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. ઓઝત નદીનું પાણી ખેતરોમાં ઘુસી જતા કેરીનાં બાગને નુકશાન થવા પામ્યું હતું.
જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદથી ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શહેરનાં રેલ્વે અન્ડર પાસમાં પાણી ભરાયા છે. જાેષીપરા, આદિત્ય નગર, આંબાવાડી, ઝાંઝમેર તરફ જવાનો રસ્તો બંધ છે. ત્યારે વરસાદનાં કારણે મનપાએ બેરિકેટ મુકી રસ્તો બંધ કર્યો છે.