લિંગ સમાનતાના સંદર્ભમાં ભારત ૧૪૬ દેશોમાંથી ૧૨૭માં ક્રમે પહોંચી ગયો છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ૨૦૨૩ના વાર્ષિક જેન્ડર ગેપ રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં ભારતની સ્થિતિમાં આઠ સ્થાનનો સુધારો થયો છે. ભારત લિંગ સમાનતાની બાબતમાં ૧૪૬ દેશોમાંથી ૧૨૭માં સ્થાને પહોંચી ગયું છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ૨૦૨૩ના વાર્ષિક જેન્ડર ગેપ રિપોર્ટ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં ભારતની સ્થિતિમાં આઠ સ્થાનનો સુધારો થયો છે. આ પહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમે વર્ષ ૨૦૨૨ માટેના તેના અહેવાલમાં ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સમાં ભારતને ૧૪૬માંથી ૧૩૫માં સ્થાન આપ્યું હતું. ભારતની સ્થિતિમાં૧.૪ ટકા પોઈન્ટ્‌સ અને આઠ સ્થાનનો સુધારો થયો છે અને ભારત આંશિક રીતે ૨૦૨૦ના સમાનતાના સ્તર તરફ વધ્યુ છે.
દેશે શિક્ષણના તમામ સ્તરે નોંધણીમાં સમાનતા હાંસલ કરી છે. ભારતે તેનો ૬૪.૩ ટકા જેન્ડર ગેપ પૂરો કર્યો છે. આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે ભારતમાં મહિલાઓ માટે વેતન અને કમાણીમાં થોડો વધારો થયો છે, પરંતુ છેલ્લા રિપોર્ટ કરતા વરિષ્ઠ હોદ્દા અને તકનીકી ભૂમિકાઓમાં મહિલાઓની ભાગીદારીમાં નજીવો ઘટાડો થયો છે. રાજકીય સશક્તિકરણ પર ભારતે ૨૫.૩ ટકા સમાનતા હાંસલ કરી છે, જેમાં ૧૫.૧ ટકા સાંસદો મહિલાઓ છે. ૨૦૦૬માં પ્રથમ રિપોર્ટ બાદ દેશમાં મહિલા સંસદસભ્યોની આ સૌથી વધુ સંખ્યા છે.
આ અગાઉ આ વર્ષની શરુઆતમાં જ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે વર્લ્ડ ઈકોનોમિક ફોરમે તેના જેન્ડર ગેપ રિપોર્ટમાં સ્થાનિક સરકારી સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારીનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. આ ઈન્ડેક્સમાં પાકિસ્તાન ૧૪૨માં, બાંગ્લાદેશ ૫૯માં, ચીન ૧૦૭માં, નેપાળ ૧૧૬માં, શ્રીલંકા ૧૧૫માં અને ભૂટાન ૧૦૩માં ક્રમે છે. આઇસલેન્ડ સતત ૧૪મા વર્ષે સૌથી વધુ લિંગ સમાન દેશ છે.

Share.
Exit mobile version