પ્રજાની સમસ્યાનું સુખદ અને ત્વરિત નિરાકણ એટલે સ્વાગત કાર્યક્રમ. જેમાં અરજદારોને કચેરીના ધક્કા ન ખાવા પડે અને તેમના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવવામાં આવે છે. જેને પગલે નાગરિકોના ચહેરા પર સંતોષની ખુશી જોવા મળી રહી છે. આવો જ એક બનાવ વાપીમાં બન્યો હતો. જ્યાં ૩ વર્ષથી લોકો ગટરની સમસ્યાથી પરેશાન હતા. આ સમસ્યા તાલુકા સ્વાગતમાં આવતા જ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની કડક સૂચનાને પગલે સમસ્યાનો ત્વરિત ઉકેલ આવતા રહીશોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
વલસાડ જિલ્લાના વાપીમાં આરજીએસ હાઈસ્કૂલની સામે ખાન સ્ટ્રીટ પાસેથી પસાર થતી ગટર લાઈન વારંવાર જામ થતા પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યું હતું. જે સમસ્યાનો સુખદ ઉકેલ આવતા અરજદાર અબ્દુલ માલિક અબ્દુલ ખલીફખાન (રહે.હલીમા મેન્શન, ખાન સ્ટ્રીટ, આરજીએએસ હાઈસ્કૂલ સામે, વાપી-સેલવાસ રોડ)એ