રાજ્યમાં મેઘરાજાની સવારીએ માઝા મૂકી છે. ત્યારે શુક્રવારે પણ અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો હતો. શનિવારે સવારથી જ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના જાેધપુર વિસ્તારમાં સાંજે છથી આઠ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત શનિવારે સવારે ચાર વાગ્યા સુધીના ૨૨ કલાકમાં ૬૭ એમએમ વરસાદ નોંધાયો છે. ઉપરવાસ અને અમદાવાદમાં પાણીની આવક વધવાને કારણે વાસણા બેરેજના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે. તમામ સાત દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, સાબરમતી નદીમાં પાણીની આવતા વાસણા બેરેજના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદથી સાબરમતીના જળસ્તર વધ્યા છે જેના કારણે વાસણા બેરેજના તમામ દરવાજા ખોલવાનો ર્નિણય લેવામાં આવ્ચો છે. વાસણા બેરેજના તમામ સાત દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ નદીનું જળસ્તર ૧૩૧ ફૂટ નજીક પહોચ્યું છે. સાબરમતી નદીમાં જળ સ્તર વધવાને કારણે ૨૧, ૨૨, ૨૫, ૨૬, ૨૮, ૨૯ અને ૩૦ નંબરના ગેટ ખોલવામાં આવ્યા છે. જેથી પાણીની આવક આગળ જઇ શકે. શનિવારે સોમવારે શહેરમાં ૨૨ કલાકમાં ૬૭ એમએમ વરસાદ નોંધાયો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
શુક્રવારે અમદાવાદમાં દિવસ દરમિયાન તાપ રહયો હતો. જાેકે, સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. શહેરમાં શુક્રવારે સાંજે ૬થી ૮ના બે કલાકના સમયમાં જાેધપુરમાં પોણા છ, બોપલમાં ચાર તથા બોડકદેવ વોર્ડમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ થયો હતો. હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યત ાઓ વ્યક્ત કરી છે. જેમાં ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.