ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ શાનદાર રમત રમી હતી અને બંને ઓપનિંગ બેટ્‌સમેને સદી ફટકારી હતી. આ સિવાય બંનેએ પ્રથમ વિકેટ માટે ૨૨૯ રનની ભાગીદારી કરી હતી જે વેસ્ટ ઈન્ડિઝમાં ભારત દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. આ સાથે જ બંનેએ સેહવાગ અને વસીમ જાફર દ્વારા વર્ષ ૨૦૦૬માં સેન્ટ લુસિયામાં બનાવેલા ૧૫૯ રનના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ડોમિનિકામાં સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે આ મેચમાં ભારત તરફથી યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બની ગયો છે. આ ઉપરાંત બંને ભારતીય ઓપનરો દ્વારા ટેસ્ટમાં વિદેશી ધરતી પર સદી ફટાકરી હોય તેવું છઠ્ઠી વખત બન્યુ છે. બિજા દિવસની રમતના અંતે ભારતે બે વિકેટ ગુમાવીને ૩૧૨ રન કર્યા છે જેમાં યશ્સવી જયસ્વાલ ૧૪૩ રન બનાવીને અણનમ છે જ્યારે વિરાટ કોહલી ૩૬ રન બનાવીને ક્રિઝ પર છે.

Share.
Exit mobile version