ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ થોડા મહિના પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. તેમના રાજીનામાં બાદ શિવ સુંદર દાસ બીસીસીઆઈના વચગાળાના મુખ્ય પસંદગીકાર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. જાે કે હવે બીસીસીઆઈટૂંક સમયમાં જ નવા મુખ્ય પસંદગીકારના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. મુખ્ય પસંદગીકારની રેસમાં અજીત અગરકરનું નામ સૌથી આગળ છે.
પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અજીત અગરકર મુખ્ય પસંદગીકાર તરીકે જવાબદારી સંભાળી શકે છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર પદની રેસમાં અજીત અગરકરનું નામ સૌથી આગળ છે. હાલમાં શિવ સુંદર દાસ બીસીસીઆઈના વચગાળાના મુખ્ય પસંદગીકારની જવાબદારી સંભાળી રહ્યા છે પરંતુ ટૂંક સમયમાં બીસીસીઆઈનવા મુખ્ય પસંદગીકારની જાહેરાત કરી શકે છે. હજુ થોડાક દિવસો પહેલા જ સમાચાર સામે આવ્યા હતા કે નવા મુખ્ય પસંદગીકાર માટે વીરેન્દ્ર સેહવાગનો સંપર્ક કરવામાં આવ્યો છે પરંતુ પૂર્વ ઓપનરે આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી.
સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અજીત અગરકર નવા બીસીસીઆઈમુખ્ય પસંદગીકારની રેસમાં સૌથી મજબૂત દાવેદાર છે. આ રેસમાં તે આગળ છે. જાે કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી પરંતુ અજીત અગરકરનું મુખ્ય પસંદગીકાર બનવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ અજીત અગરકરની કારકિર્દી પર નજર કરીએ તો આ ખેલાડીએ ૨૬ ટેસ્ટ મેચ, ૧૯૧ વનડે અને ૪ ટી૨૦ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ ઉપરાંત તેણે ૈંઁન્ની ૪૨ મેચ રમી છે.
અજીત અગરકરના નામે ૨૬ ટેસ્ટ મેચોમાં ૫૯ વિકેટ છે. જ્યારે આ ખેલાડીએ ૧૯૧ વનડેમાં ૨૮૮ વિકેટ ઝડપી છે. આ ઉપરાંત તેણે ૪ ઈન્ટરનેશનલ ટી૨૦ મેચમાં ૩ વિકેટ ઝડપી હતી. જ્યારે અજીત અગરકરે આઈપીએલની ૪૨ મેચોમાં ૨૯ બેટ્‌સમેનોને આઉટ કર્યા હતા. બીજી તરફ ટેસ્ટ ફોર્મેટમાં અજીત અગરકરની બેટિંગની વાત કરીએ તો આ ખેલાડીએ ૧૬.૭૯ની એવરેજથી ૫૭૧ રન બનાવ્યા હતા. જ્યારે ૧૯૧ વનડેમાં તેણે ૧૪.૫૯ની એવરેજથી ૧૨૬૯ રન ઉમેર્યા હતા. અજીત અગરકર ૈંઁન્માં દિલ્હી કેપિટલ્સની કોચિંગ ટીમનો ભાગ રહી ચૂક્યો છે.

Share.
Exit mobile version