શ્રી રાજીવ પુરી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 22.06.2023 ના રોજ અમદાવાદ આવ્યા હતા. આ પ્રસંગે ટાઉન હોલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટાઉનહોલ મીટીંગમાં મોટી સંખ્યામાં સ્ટાફગણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઝોનલ હેડ કવિતા ઠાકુર સાથે અમદાવાદ ઝોનના તમામ રીજનલ હેડ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેંકના સ્થાપકના ફોટાને પુષ્પાંજલી કરી અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.પોતાના સંબોધનમાં ઝોનલ હેડ અમદાવાદ સર્કલની વ્યવસાયિક કામગીરી વિશે માહિતી આપી હતી અને તમામ સ્ટાફ સભ્યોને બેંકના વ્યવસાયમાં સક્રિયપણે સહયોગ આપવા જણાવ્યું હતું. અમદાવાદ ઝોનના તમામ રીજનલ હેડ પોતપોતાના સંબોધનમાં બેંકના વ્યવસાયમાં આદરણીય એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાહેબના યોગદાનની ચર્ચા કરી. તેમના મુખ્ય અતિથિ સંબોધનમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રાજીવ પુરીએ તમામ સ્ટાફ સભ્યોને બેંકના વ્યવસાય વિશે વર્તમાન માહિતી આપી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં બેંક વધુ સારા પરિણામો સાથે બહાર આવશે. તેમણે સ્ટાફના સભ્યોને વધુ જાગૃતિ સાથે કામ કરવા પર ખાસ ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં આભારવિધિ અમદાવાદના રીજનલ હેડ ડો. હિમાંશુ ગુપ્તા દ્વારા કરવામાં આવી હતી.