સુપ્રીમ કોર્ટે આજે જમ્મુ અને કાશ્મીરમાં આર્ટીકલ ૩૭૦ નાબૂદ કરવા સંબંધિત અરજી અંગેની સુનવણી ૨ ઓગસ્ટથી શરુ થશે તેવો નિર્દેશ આપ્યો હતો. સીજેઆઈએ કહ્યું કે, ૨ ઓગસ્ટથી સુનાવણી આ મામલે સુનાવણી શરુ થશે અને સોમવાર અને શુક્રવાર સિવાય દરરોજ સવારે ૧૦.૩૦ વાગ્યાથી સુનાવણી હાથ ધરવામાં આવશે. ૫ મે, ૨૦૧૯ ના રોજ કેન્દ્રએ જમ્મુ અને કાશ્મીરના અગાઉના રાજ્યનો વિશેષ દરજ્જાે રદ કર્યો અને તેને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યો હતો.
આજે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વમાં પાંચ જજાેની બંધારણીય બેન્ચ સુનાવણી હાથ ધરી હતી. સુનાવણીના એક દિવસ પહેલા કેન્દ્રએ બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કરવાના બચાવમાં એફિડેવિટ દાખલ કરી હતી. ગઈકાલે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરના સમગ્ર ક્ષેત્રમાં “અભૂતપૂર્વ” શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ જાેવા મળી છે. કેન્દ્રએ કહ્યું કે, આતંકવાદીઓ અને અલગતાવાદી નેટવર્ક દ્વારા આચરવામાં આવતી હિંસા હવે ભૂતકાળની વાત છે.