સુરતનાં એક વિસ્તારમાં મોડી રાત્રે શ્રમિક પરિવાર સૂઈ રહ્યો હતો. તે દરમ્યાન નરાધમ યુવક પરિવાર સાથે સૂતેલી ૪ વર્ષીય બાળકીને ઉપાડી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સવારે અચાનક બાળકીનો રડવાનો અવાજ આવતા પરિવારજનોએ બાળકીને પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી.
જે બાદ બાળકીને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં હાલ બાળકીની સારવાર ચાલી રહી છે. ત્યારે પોલીસે પરિવારનાં નિવેદનનાં આધારે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે. તેમજ પોલીસે આરોપીની ધરપકડ કરવા ઝ્રઝ્ર્ફ નાં આધારે તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કેસની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતા સુરત ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવીનાં આધારે આરોપીને શોધી કાઢ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ કમિશ્નર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં સુરત પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે ૪ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ફરિયાદ મળી હતી. ત્યારે દુષ્કર્મ આચરનાર યુવક અજય રાય બાળકીનાં પાડોશમાં જ રહે છે.
પાડોશી હોવાથી બાળકી સાથે સારો પરિચય હતો. યુવક દ્વારા ચોકલેટનાં બહાને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતુ. સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને સવારે થઈ હતી.
ત્યારે આરોપી બિહારનો રહેવાસી છે. તેમજ તેની ઉંમર ૨૦ વર્ષ છે. આ કેસની તપાસ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. તેમજ ખૂબ જ ઝડપી ચાર્જશીટ કરાશે. અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસ કરાશે.