સુરેન્દ્રનગર શહેર બંસીધર પાર્કમાં રહેતા ૩૨ વર્ષીય વેપારી ધીરુભાઈ પરાલિયા નામના વ્યક્તિ પાસે રહેલ મોબાઈલ લૂંટી લઈ જાનથી મારી નાખવાના અને પેટ્રોલ જેવું પદાર્થ છાંટી શરીરે આગ લગાડવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે ધીરુભાઈ પરલિયા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સનાયા ઉર્ફે યોગેશ વણપરા નામના ફરીયાદના મિત્ર વિરુદ્ધ ૈॅષ્ઠ ૩૦૭, ૩૯૭ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, તે સુરેન્દ્રનગરના બંસીધર પાર્ક ખાતે રહે છે. તેમજ તે અનિતા મંડપ સર્વિસ એન્ડ ડેકોરેશનના નામથી વ્યવસાય કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ પોતાની પત્નીનું નામ રિદ્ધિ છે અને દીકરીનું નામ રોશની છે.૧૮ તારીખના રોજ રાત્રે ૧૧ઃ૩૦ થી ૧૨ઃ૦૦ વાગ્યાના અરસામાં સનાયા ઉર્ફ યોગેશ વણપરાનો પોતાના મોબાઈલ ફોન ઉપર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હું તને અત્યારે જ મળવા આવું છું. જેથી હું સનાયા ઉર્ફે યોગેશને મળવા ગયો હતો. સનાયા ઉર્ફ યોગેશ સાથે મારે બે વર્ષ અગાઉ જૂના અનૈતિક સંબંધ હતા જેના કારણે હું ફરી વખત તેની સાથે સંબંધ બાંધવા તેને વારંવાર પ્રેશર કરતો હતો. પરંતુ તે હવે મારી સાથે સંબંધ રાખવાની ના પાડતો હતો અને હું તેને સંબંધ બાંધવા પ્રેશર કરતા તેણે મને સંબંધ બાંધવાની હા પાડી હતી. ત્યારે સનાયા ઉર્ફે યોગેશનો ફોન આવતા હું તેના ઘરે ગયો હતો અને તેને મોટરસાયકલ પર બેસાડી ૧૯ તારીખના રોજ રાત્રિના ૧૨ઃ૩૦ વાગ્યા આસપાસ દુધરેજ નર્મદા કેનાલ ભાગ્યોદય પાર્ટી પ્લોટની બાજુમાં આવેલા ગંગા ટાઉનશીપ સામે અંધારામાં લઈ ગયો હતો.
ત્યારે અંધારામાં ઊભા રહી સંબંધ બાંધવા માટે મેં મારું પેન્ટ ઉતાર્યું હતું. ત્યારે સનાયા ઉર્ફ યોગેશ મારા હાથમાં રહેલ મોબાઈલ જૂટવી લઇ પોતાની પાસે રહેલ પ્લાસ્ટિક બોટલમાં રહેલું પ્રવાહી મારી પર છાંટતા મને પેટ્રોલ જેવી સુગંધ આવી હતી. ત્યારે હું કંઈ સમજુ તે પૂર્વે સનાયા ઉર્ફે યોગેશે માચીસની દિવાળી સળગાવી મારા શરીરને આગ ચાંપી હતી. જેના કારણે મારા શરીરે આગ લાગતા હું જમીન પર ધૂળમાં આળોટવા લાગ્યો હતો. ત્યારબાદ બાજુની વાડીમાંથી આવેલા વ્યક્તિએ ૧૦૮ને બોલાવતા મને સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ વધુ સારવાર અર્થે મને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે જ્યાં મારી સારવાર શરૂ છે.સુરેન્દ્રનગર ડીવાયએસપી હિમાંશુ દોશીએ જણાવ્યું હતું કે, સનાયા ઉર્ફ યોગેશ ફરિયાદી સાથે અવાવરુ જગ્યાએ પહોંચે તે પૂર્વે જ તેમણે પેટ્રોલ પંપ ખાતેથી અડધો લીટર પેટ્રોલની ખરીદી કરી હતી. જે પેટ્રોલ તેમને પાણીના શિશામાં ભરેલ હતું. ત્યારબાદ અવાવરું જગ્યાએ ફરિયાદી તેમની સાથે શરીર સંબંધ બાંધવાનું શરૂ કરે તે પૂર્વે જ તેના પર પેટ્રોલ છાંટી તેના શરીરને આગ લગાડી હતી. તેમજ પેટ્રોલ છાંટતા પૂર્વે ફરિયાદી પાસે રહેલ તેમનો મોબાઇલ ફોન પણ ઝુંટવી લીધો હતો. સમગ્ર ઘટનાની જાણ સુરેન્દ્રનગર પોલીસને હોસ્પિટલના માધ્યમથી થતા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આરોપી દેવભૂમિ દ્વારકા ખાતે હાજરી જાેવા મળતા એલસીબી તેમજ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ઝડપી લઈ ધરપકડ કરવામાં આવી છે.