રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક લે-ભાગુ હોલસેલરો ગ્રાહકોને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી સોનાના પાવડરયુક્ત ઘરેણા પધરાવી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હોવાના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે રાજકોટની સોની બજાર અને પેલેસ રોડ પર ગ્રાહકોની જાગૃતિ માટે બેનરો લગાવવામાં આવ્યા છે.
રાજકોટ સોની બજાર અને પેલેસ રોડ લગાવેલા પોસ્ટરમાં સોનામાં પાવડર ભેળવવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ લોકોને દાગીનાની ખરીદી કરતી વખતે તકેદારી રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘સાવધાન ”પીળુ એટલે સોનું નથી”, લે-ભાગુ હોલસેલરો પાસેથી સોનાના મશીન ચેઈનની ખરીદી પહેલા પાવડરયુક્ત સોનાની ગુણવત્તાની ચકાસણી કરવાનો આગ્રહ રાખો.’
સોનાના દાગીનામાં ભેળસેળ થતી હોવાનો આક્ષેપ કરતા સોની બજારના એક વેપારીએ જણાવ્યું કે, કેટલાક હોલસેલરો સસ્તામાં સોનું આપવાની લાલચ આપીને પાવડરયુક્ત મશીન ચેઈન આપીને છેતરપિંડી આચરે છે. મશીન દ્વારા બનતી સોનાની ચેઈનમાં પાઉડરને ભેળસેળ કરવામાં આવે છે.
જ્યાં સુધી આ ચેઈનને પહેરવામાં આવે ત્યાં સુધી તેમાં પાવડર મિક્સ કરાયો છે તેનો ખ્યાલ આવતો નથી. જ્યારે તેને ભઠ્ઠીમાં ઓગાળીએ ત્યારે જ તેનો ખ્યાલ આવે છે.
શીનમાં જે ચેઈન બનાવે છે તે વાસ્તવમાં સોનાની હોતી જ નથી. તેમાં માત્ર સોનાનો પાવડર ભેળવી દેવામાં આવે છે જેથી તે સાચા સોનાની જેમ તેની પીળાશ ચમકે છે. આનાથી કેન્સર જેવા રોગ થવાની શક્યતા રહે છે. આ ભેળસેળ વહેલી તકે બંધ થવી જરૂરી છે.
તેમણે ગ્રાહકોને અપીલ કરતા જણાવ્યું કે, જે કોઈ સોનાના દાગીનાની ખરીદી કરવા જાય તેઓએ હંમેશા ૐેંૈંડ્ઢ નંબર તેમજ બિલ સાથે સોનાની ખરીદી કરવી જાેઈએ. જેથી જ્યારે પણ વેચાણ કરવા જાય ત્યારે તેમને તેની પૂરી કિંમત મળી શકે.