બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ પરિણીત છે અને એક સરસ મજાનાં કપલ તરીકે રહે છે. તાજેતરમાં, વિકી કૌશલે તેની પત્ની કેટરિના વિશેના કેટલાક રસપ્રદ વિચારો તેના ચાહકો સાથે શેર કર્યા. શું તમે જાણો છો? તેણે કહ્યું હતું કે કેટરીના કૈફ દર અઠવાડિયે બજેટ મીટિંગ કરે છે. એવું લાગે છે કે અભિનેત્રી ઘરના લોકો અને કામદારો સાથે સાપ્તાહિક મીટિંગ કરે છે અને તેમાં ખર્ચ વિશે વાત કરે છે. કેટરિના કૈફ વિશે વાત કરતા વિકી કૌશલે કહ્યું કે કેટરિના કૈફના ઘરે દર અઠવાડિયે બજેટ મીટિંગ થાય છે. બધા કામદારો સાથે મળીને તેઓ ઘરના બજેટની ચર્ચા કરે છે. તેઓ ચર્ચા કરે છે કે પૈસા ક્યાં અને કેવી રીતે ખર્ચવામાં આવ્યા. હું આ મીટિંગનો માત્ર દર્શક છું. અને મને આ બધુ જાેવાની મજા આવે છે. અમારું લગ્ન પરાઠા અને પેન કેક સાથે લગ્ન કરવા જેવું હતું. તેણીને પેન કેક ગમે છે. મને પરાઠા ગમે છે. અભિનેતાએ કહ્યું કે તેને પણ હવે પરાઠા ગમે છે અને કેટરીનાને તેની માતાએ બનાવેલા પરાઠા પસંદ છે. ડિસેમ્બર ૨૦૨૧ માં, કેટરીના કૈફ અને વિકી કૌશલે રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. આ કપલે ભવ્ય રીતે લગ્ન કર્યા હતા. તેણે કહ્યું હતું કે હું સવારનો માણસ નથી, પણ કેટરિના હંમેશા વહેલા જાગી જાય છે, એમ વિકી કહે છે. અભિનેત્રી સવારે ઉઠતાની સાથે જ તે દિવસનું આયોજન બનાવે છે. પણ મને આવી આ આદત નથી. અભિનેતાએ કહ્યું હતું કે કે અમે એકબીજા સાથે એડજસ્ટ પણ થઈ રહ્યા છીએ. નેટીઝન્સે એમ પણ કહ્યું કે તે લોકોની અંદરની વાતો રમુજી છે. તેની પત્ની વિશે વાત કરતા અભિનેતાએ કહ્યું હતું કે જ્યારે પત્ની કેટરિના શોપિંગ કરવા જાય છે ત્યારે તે બાર્ગેનિંગ કરે છે. આપણે કોના માટે ખરીદી કરી રહ્યા છીએ તે પણ મહત્વનું છે. કેટરીના હંમેશા ઈચ્છે છે કે હું બજેટમાં રહીને જ ખરીદું. વિકી કૌશલને તેની પત્ની કહે છે કે જરૂર સિવાયનું કશું ખરીદવું એ તે બગાડ છે એવું મારી પત્ની કહે છે. પરંતુ જાે હું તેના માટે કંઈક ખરીદીશ તો મને લાગે છે કે તે બજેટની બહાર છે. પણ પછી તે કહે છે કે આ મારી આદત છે, હું ખરીદી લઈશ, કેટરીના એક સારી ડાન્સર છે. તેણી એટલી સારી રીતે બધુ ડાન્સ અંગે જાણે છે કે હું ક્યારેક મારા ડાન્સ રિહર્સલનો વીડિયો બતાવું ત્યારે તેને તેમાં ૩૬ હજાર ભૂલો જાેવા મળે છે.