ભારતના મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ૭ જૂલાઈ (શુક્રવાર) ના રોજ ૪૨ વર્ષનો થઈ ગયો. ૨૦૨૦માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર ધોની હજુ પણ ૈંઁન્માં રમી રહ્યો છે. તેણે ગત સીઝનમાં ચેન્નઈને ચેમ્પિયન બનાવી હતી. ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નઈની ટીમ પાંચમી વખત ચેમ્પિયન બની હતી. ભારતને ્‌૨૦ વર્લ્ડ કપ, ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનાર કેપ્ટન ધોની માત્ર ક્રિકેટના મેદાનનો હીરો નથી, પરંતુ તે મેદાનની બહાર પણ તેટલો લોકપ્રિય છે. ધોનીએ ક્રિકેટની દુનિયામાં શું મેળવ્યું છે તેનું સપનું દરેક વ્યક્તિ જુએ છે, પરંતુ ધોની જેવું કોઈનું સપનું પૂરું થયું નથી. ત્રણ ૈંઝ્રઝ્ર ટ્રોફી જીતનાર તે એકમાત્ર કેપ્ટન છે. રાંચીથી દુનિયા પર વર્ચસ્વ જમાવવા આવેલા ધોનીની નેટવર્થ ૧૦૦૦ કરોડથી વધુ છે. ધોનીને હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી ૧૨ કરોડ રૂપિયા પગાર મળે છે. આ સિવાય આ વિકેટકીપર-બેટ્‌સમેને વિવિધ બિઝનેસમાં રોકાણ કરીને પોતાની નેટવર્થ વધારી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ધોનીની કુલ સંપત્તિ ૧૦૭૦ કરોડ રૂપિયા છે. એવું માનવામાં આવે છે કે ધોની દર મહિને ૪ કરોડ રૂપિયા કમાય છે. તે એક વર્ષમાં લગભગ ૫૦ કરોડ રૂપિયા કમાય છે. તેણે ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય પરંતુ તે આઈપીએલમાં રમી રહ્યો છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કર્યા બાદ તેણે આઈપીએલમાં ચેન્નઈને બે વખત ચેમ્પિયન બનાવ્યું છે. આ તેમની બ્રાન્ડ વેલ્યુમાં વધારો કરે છે. જાે તે આવતા વર્ષે પણ આઈપીએલમાં રમશે તો તેની કમાણી વધુ વધશે. ભારતના સૌથી ફિટ ક્રિકેટર તરીકે ઓળખાતા ધોનીએ માત્ર રમતગમતમાં જ નહીં પરંતુ ફિટનેસ ઉદ્યોગમાં પણ

સાહસ કર્યું છે. તેઓ દેશભરમાં ૨૦૦ થી વધુ જીમ ધરાવે છે, જે સ્પોર્ટ્‌સફિટ વર્લ્ડ પ્રાઈવેટ લિમિટેડના બેનર હેઠળ છે. ધોનીનો ફૂટબોલ સાથે પણ જૂનો સંબંધ છે. ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ) ચેન્નઈન એફસીમાં પણ તેનો હિસ્સો છે. ધોનીને બાઇક્સ પ્રત્યે ઘણો પ્રેમ છે, જે તેના પ્રભાવશાળી કલેક્શનમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. પ્રતિષ્ઠિત સુપરસ્પોર્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રેસિંગ ટીમનો તે માલિક છે.

આ ભાગીદારી અન્ય કોઈ નહીં પણ પ્રખ્યાત અભિનેતા અક્કીનેની નાગાર્જુન સાથે કરવામાં આવી છે. સાત ફેબ્રુઆરી ૨૦૧૬ માં લોન્ચ કરવામાં આવી હતી અને ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. તે માત્ર બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર નહી, પરંતુ તે તેના ફૂટવેર ઉત્પાદનોનો માલિક પણ છે. આ સિવાય ધોની ફિલ્મોમાં પણ હાથ અજમાવી રહ્યો છે. તેની એક પ્રોડક્શન કંપની ‘ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ’ છે.

Share.
Exit mobile version