બિપોરજાેય વાવાઝોડું ગુજરાત પર ત્રાટકી ચૂક્યું છે, જેના લીધે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાની પહોંચી છે. આ સાથે જ ભારે પવન સાથે વરસાદે પણ મુશ્કેલી વધારી છે. રાજ્યમાં વાવાઝોડાની અસરથી ૧૭૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ પડ્યો છે. ભુજમાં ૬ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જાેવા મળી રહ્યો છે. સાથે જ આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કચ્છના અંજાર અને મુંદ્રામાં ૫ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ખંભાળિયા અને જામનગરમાં ૪ ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના ૩૪ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે. આજે પણ રાજ્યમાં વરસાદ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્રમાં આજે પણ ધોધમાર વરસાદ પડશે. આજે અને કાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. આજે ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે જ સવારથી રાહત બચાવ કામગીરી પુરજાેશમાં છે. સવારે પણ જખૌ, નલિયામાં વાવાઝોડાની અસર જાેવા મળી રહી છે. વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદી માહોલ છે. પવનના કારણે ઘણા વિસ્તારમાં વીજપોલ, વૃક્ષો ધરાશયી થયા છે. વાવાઝોડાની આફત ગઈ પરંતુ તારાજી યથાવત છે.
વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં અસર દેખાઈ છે. ટક્કર સમયે પવનની ગતિ ૧૧૮ કિમી પ્રતિ કલાકે હતી. પ્રભાવિત જિલ્લાના ૯૨૪ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ૫૨૪ વૃક્ષો ધરાશાયી થયા છે. આજે ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે જ સવારથી રાહત બચાવ કામગીરી પુરજાેશમાં છે. તોફાનમાં ૨૨ લોકો ઘાયલ હોવાના અહેવાલ છે. વાવાઝોડામાં ૨૩ પશુઓનાં મોત થયા છે. આજથી બિપોરજાેય વાવાઝોડું નબળું પડશે. વાવાઝોડું સવારે સાઈક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાશે. બાદમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.