૧૨૧ વર્ષ જુની કેડબરી ચોકલેટને હરાજી માટે મૂકવામાં આવી રહી છે. ઘણા લોકોને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ કેડબરી ખૂબ જ જૂની કંપની છે. પરંતુ વર્ષ ૧૯૦૨માં જ્યારે એક ૯ વર્ષની બાળકીને કેડબરી ચોકલેટ આપવામાં આવી તો તેણે તેને ખાવાના બદલે સંભાળીને મૂકી દીધી. વર્ષ ૧૯૦૨માં આ ખાસ ચોકલેટ ઈંગ્લેન્ડના રાજા એડવર્ડ સાતમાઅને રાણી એલેક્ઝાન્ડ્રાની તાજપોશીની યાદમાં બનાવવામાં આવી હતી. તે સમયે બાળકોને મોંઘી ચોકલેટ એટલી સરળતાથી નહોતી મળતી તેથી જ્યારે શાળામાં અભ્યાસ કરતી ૯ વર્ષની મેરી એન બ્લેકમોરને તે મળી તો તેણે તેને ખાવાને બદલે મહારાજાની તાજપોશીની સ્મૃતિ તરીકે સંભાળીને રાખી.
આ વેનીલા ચોકલેટ મેરીના પરિવારમાં દાયકાઓથી છે પરંતુ હવે મેરીની પૌત્રીએ તેની હરાજી કરવાનો ર્નિણય લીધો છે. મેરીની પૌત્રી જીન થોમ્પસન હવે ૭૨ વર્ષની છે. જ્યારે જીન આ ચોકલેટનું ટીન બોક્સ લઈને હૈનસનના હરાજી કરનારાઓ પાસે પહોંચી ત્યારે લોકોને તેના અસ્તિત્વની ખબર પડી.

હૈનસન્સ ઓક્શનિયર્સના મોર્વેન ફેયરલીએ કહ્યું કે, તે સમયે આ એક મોટી ભેટ હતી કારણ કે બાળકોને ક્યારેય ચોકલેટ નહોતી મળતી. આ સ્પષ્ટ રૂપે આ નાની છોકરી માટે એક ખાસ ભેટ હતી. તેને લાગ્યું કે તે તેને સ્પર્શ પણ ન કરી શકે. ચોકલેટના બોક્સ પર રાજા અને રાણીની તસવીર પણ બનાવવામાં આવી છે.
ચોકલેટની હરાજી હૈનસન્સ ખાતે કરવામાં આવશે અને ઓછામાં ઓછા ફ્ર૧૦૦ થી ફ્ર૧૫૦ (લગભગ રૂ. ૧૬,૦૦૦)મળવાની અપેક્ષા છે. ફેયરલીએ કહ્યું કે, તે હજુ પણ વધુ કમાણી કરી શકે છે કારણ કે કેટલીકવાર લોકો ઈતિહાસના ભાગ માટે અપેક્ષા કરતાં ઘણું વધારે ચૂકવે છે. તેમણે કહ્યું કે તે તેના પર ર્નિભર કરે છે કે કોણ શાહી અથવા ઐતિહાસિક વસ્તુઓ એકત્ર કરી રહ્યું છે. ૧૨૧ વર્ષ જૂની ચોકલેટની એક્સપાયર ડેટ લાંબા સમય પહેલા સમાપ્ત થઈ ગઈ છે અને તે ખાવા માટે યોગ્ય નથી અને ન તો કોઈ તેને ખાશે. પરંતુ જ્યારે તેનું બોક્સ ખોલવામાં આવે છે ત્યારે ખૂબ જ સસર સુગંધ આવે છે.

Share.

Leave A Reply

Exit mobile version