આપણે સૌએ વિશ્વમાં લાકડાની ગગનચુંબી ઈમારતો વિશે સાંભળ્યુ છે પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે દુનિયામાં કોઈ શહેર એવુ હોઈ શકે છે, જે સંપૂર્ણ લાકડાથી બનેલુ હોય. જાેકે અત્યાર સુધી આવુ કોઈ શહેર નથી પરંતુ સ્વીડન પોતાની પહેલી વુડન સિટી બનાવવાના આયોજન પર કામ કરી રહ્યુ છે.
સ્વીડને વિશ્વનું સૌથી મોટુ લાકડાનું શહેર બનાવવાનું એલાન કર્યુ છે. જાે બધુ જ પ્લાન અનુસાર થયુ તો વિશ્વને ૨૦૨૭ સુધીમાં સૌથી મોટુ લાકડાનું શહેર મળી જશે.
સ્વીડન સિક્લામાં સ્ટોકહોમ વુડ સિટીનું નિર્માણ કરશે. આને સંપૂર્ણપણે લાકડાનું શહેર બનાવવા પાછળ ડેનિશ સ્ટુડિયો હેનિંગ લાર્સન અને સ્વીડિશ ફર્મ વ્હાઈટ આર્કિટેક્ટરનો આઈડિયા છે. આ શહેર ૨૫૦,૦૦૦ વર્ગ કિલોમીટરને કવર કરશે. રિયલ એસ્ટેટ ડેવલપર એટ્રિયમ લજંગબર્ગ અનુસાર આ વિશ્વનું સૌથી મોટુ લાકડાનું શહેર હશે.

રિપોર્ટ અનુસાર એટ્રિયમ લજંગબર્ગના સીઈઓ એનિકા અનસે કહ્યુ કે અમને સ્ટોકહોમ વુડ સિટી રજૂ કરવાનો ગર્વ છે. આ ન માત્ર એક કંપની તરીકે પરંતુ અમારી માટે મહત્વપૂર્ણ પગલુ છે પરંતુ સ્વીડિશની ઈનોવેશન ક્ષમતાઓ માટે પણ આ એક ઐતિહાસિક મિસાલ છે. આ વુડન સિટી આપણા ભવિષ્યને દર્શાવે છે.
સ્ટોકહોમ વુડ સિટીને બનાવવાનું કાર્ય ૨૦૨૫માં શરૂ કરવામાં આવશે અને ૨૦૨૭ સુધી આને બનાવવાનું લક્ષ્ય છે. જે શહેર સિક્લામાં બનાવવામાં આવશે, તેમાં ઘણા પ્રકારના નિર્માણ સામેલ થશે. આ શહેરમાં ૭૦૦૦ નવા કાર્યાલય અને ૨૦૦૦ નવા હાઉસિંગ યુનિટ બનાવવામાં આવશે. જેમાં ઘણા સ્ટોર અને રેસ્ટોરન્ટ પણ ખોલવામાં આવશે. આને ૨૫ બ્લોકોમાં ડેવલપ કરવામાં આવશે.
આ શહેરને બનાવવાનો આઈડિયા જે લોકોનો છે, તેમનુ કહેવુ છે કે નિર્માણ કાર્યમાં ઉપયોગ થનારું તમામ લાકડુ આગ પ્રતિરોધક હશે. આ નિર્માણના સમયે જંગલોની સુરક્ષાનું પૂરતુ ધ્યાન રાખવામાં આવશે અને બિલ્ડિંગ બનાવવામાં નેચરલ તત્વ પણ સામેલ થશે.

રિપોર્ટ અનુસાર સ્ટોકહોમ વુડ સિટી બનાવવામાં ૧૨ બિલિયન ડોલરનો ખર્ચ આવશે. ભારતીય રૂપિયા અનુસાર આ પ્રોજેક્ટમાં ૧૧,૪૮૬ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સ્ટોકહોમ વુડ સિટીમાં નિર્માણ કાર્ય પૂરુ થવાથી આ દુનિયાનું સૌથી મોટુ લાકડાનું શહેર બની જશે પરંતુ આ દુનિયામાં લાકડાથી બનેલુ એકમાત્ર નિર્માણ નથી. સ્વિટ્‌ઝરલેન્ડ વિશ્વની સૌથી ઊંચી લાકડાની રહેણાંક બિલ્ડીંગનું ઘર બનાવવા જઈ રહ્યુ છે. આ બિલ્ડીંગ નોર્વેના શહેર બ્રુમુંડડાલમાં ૨૮૦ ફૂટ ઊંચા માજાેસ્ટારનેટ ટાવરને પાછળ છોડી દેશે.
એક સ્ટડી અનુસાર લાકડાની બિલ્ડીંગ દર વર્ષે ૭૦૦ મિલિયન ટન સુધી કાર્બન જમા કરી શકે છે. લાકડાની ઈમારત હેલ્થની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘણી સ્ટડીમાં એ વાત સામે આવી છે કે લાકડાની બિલ્ડીંગ શ્રેષ્ઠ એર ક્વોલિટી આપવા સાથે તણાવ ઓછો કરે છે અને ઉત્પાદકતા વધારે છે.

Share.
Exit mobile version