ગઇકાલે સાંજે બિપોરજાેય વાવાઝોડું ગુજરાત સાથે ટકરાયું હતું અને મધરાત સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલી હતી. આ દરમિયાન ખૂબ જ ઝડપથી પવન ફૂંકાયા હતા અને ભારે વરસાદ પડ્યો હતો. જેના લીધે ચારે તરફ નુકસાની સર્જાઇ હતી. ખાસ કરીને, વૃક્ષો અને ધરાશાયી થયા હતા. સાથે જ હોર્ડિંગ્સ અને શેડ્સ પણ ઉડી ગયા હતા. જાેકે, હજુ પણ વાવાઝોડાની અસર જાેવા મળી રહી છે. આજે સવારે પણ રાજ્યના અનેક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ જાેવા મળી રહ્યો છે. ભુજ તેમજ માધાપરમાં ભારે પવનથી કેબીનો ફંગોળાઈ હતી. માધાપરના લોકલ બોર્ડ પાસે ભારે પવનથી નાસ્તાની કેબીન પડી ગઇ હતી. ભુજના મઢુંલી પાસે પવનથી ૩ કેબીનો ફંગોળાઈ હતી. ભુજ-નખત્રાણા હાઉવે પર અનેક વૃક્ષ ધરાશાયી થયા છે. ગત રાત્રીના ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયા છે. નખત્રાણાના સાંગનારા ફાટક પાસે વૃક્ષો ધરાશાયી થયા છે.
ભુજ-નખત્રાણા રાજ્યધોરી માર્ગ પશ્ચિમ કચ્છનો મુખ્ય માર્ગ પૈકીનો એક છે. દ્વારકામાં બિપોરજાેય વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. વાવાઝોડાને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયાં છે. દ્વારકાના ભાટિયા, ટંકારિયા, નાગેશ્વર સહિતના ગામોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. દ્વારકાની બજારમાં વાવાઝોડાનો કહેર જાેવા મળી રહ્યો છે. વિશાળ હોર્ડિંગ્સ અને દુકાનના સેટ ફંગોળાયા છે. ભારે પવન ફુંકાતા તબાહીની તસવીરો સામે આવી છે. રસ્તા પર હોર્ડિંગ્સ અને પતરાના સેડના ઢગલા થયા છે. ભારે પવન ફુંકાતા તબાહીની તસવીરો સામે આવી છે. રસ્તા પર હોર્ડિંગ્સ અને પતરાના સેડના ઢગલા થયા છે. દ્વારકાની બજારમાં વાવાઝોડાનો કહેર જાેવા મળી રહ્યો છે. વિશાળ હોર્ડિંગ્સ અને દુકાનના સેટ ફંગોળાયા છે. કચ્છનાં માંડવીમાં વાવાઝોડાથી તબાહી સર્જાઇ છે. બિપોરજાેયએ માંડવીમાં તબાહી મચાવી છે.
કચ્છમાં બિપોરજાેય વાવાઝોડાનું તાંડવ જાેવા મળ્યું છે. ભુજના રસ્તાઓ પર ઠેર- ઠેર તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે. ભુજના રસ્તાઓ પર ઠેર- ઠેર તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે. ગુજરાતમાં બિપરજાેય વાવાઝોડાનું લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. આ ચક્રવાતી તોફાન બિપરજાેય જખૌ બંદરથી લગભગ ૪૦ કિમી દૂર છે. ત્યારે ગુજરાતમાં આ વાવાઝોડાની લેન્ડફોલની પ્રકિયાની સાથે સાથે તબાહીની પણ શરૂઆત થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, કચ્છના દરિયાઇ વિસ્તાર નજીક ૧૧૮ વૃક્ષો ધરાશાયી થયા છે. કચ્છના ભુજ, નખત્રાણા, અબડાસા વિસ્તાર સહિત કુલ ૧૫૭ વીજપોલ ધરાશાયી થયા છે.
કચ્છમાં વાવાઝોડા બાદ બંધ થયેલા બે રસ્તાઓ ફરી શરૂ કરાયા છે. નખત્રાણા, ભુજ અને નલિયા તેમજ ભુજ વચ્ચે ઝાડ પડતા રસ્તો અવરોધાયો હતો. કચ્છમાં ૭ પશુઓના મોતના પણ સમાચાર છે. મળતી માહિતી મુજબ, બિપરજાેય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં જ વિનાશના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે. ભારે પવનના કારણે કચ્છના કોટડા ગામમાં મકાનના છાપરા ઉડ્યા હતા. અબડાસાના સુજાપર ગામનું પ્રવેશદ્વાર જમીનદોસ્ત થયું હતું. જ્યારે ભારે પવનના કારણે કચ્છમાં ખારેકના અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. જખૌના પેટ્રોલપંપને નુકસાન થયું છે. કચ્છમાં વાવાઝોડાને પગલે વીજ પુરવઠો ખોરવાયો હોવાનું જાણવા મળે છે. કચ્છમાં વીજળીના ૬૦ થાંભલા તૂટી પડ્યા છે. જ્યારે મુંદ્રા પોર્ટ પર અદાણીની ઓફિસને પણ નુકસાન પહોંચ્યું છે. આ ચક્રવાત બિપરજાેયનું લેન્ડફોલ ગુજરાતના દરિયાકાંઠે શરૂ થઈ ગયું છે.
આ પ્રક્રિયા આગામી ૫ કલાક એટલે કે મધરાત સુધી ચાલુ રહેશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાનની અસર દેખાવા લાગી છે. કચ્છના માંડવી વિસ્તારમાં રસ્તાઓ પરના હોર્ડિંગ્સ અને નાના બાંધકામો ધરાશાયી થયા હતા. નલિયા જખૌ હાઈવે પર મોટા વૃક્ષો પડી ગયા છે જેના કારણે હાઈવે બંધ થઈ ગયો છે. ૈંસ્ડ્ઢ અનુસાર, આ સમયે વાવાઝોડાની ઝડપ ૧૫ કિમી પ્રતિ કલાક છે. વાવાઝોડું કરાચી અને માંડવી વચ્ચેના જખૌ બંદર નજીકના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. બિપરજાેય ચક્રવાતની સ્થિતિને ધ્યાનમાં રાખીને ૧૬ જૂને અમદાવાદની તમામ શાળાઓ બંધ રહેશે. જાે કે શિક્ષકો અને સ્ટાફે શાળામાં આવવું પડશે.