જૂન મહિનામાં બિપરજાેય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ સહતિના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. ત્યાર બાદ વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળ આકારણી માટે કેન્દ્ર સરકારની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ (આઈએમસીટી) ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવી હતી. આ ટીમોએ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત કરીને નુકસાન અંગે સ્થળ આકારણી કરી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાથી ગુજરાતને રૂ.૧૭૯૭.૮૨ કરોડનું નુકસાન થયુ હોવાની કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે કેન્દ્ર પાસે ૭૦૦ કરોડની સહાય માંગી હતી પરંતુ કેન્દ્રએ રાજ્ય સરકારને હજી સુધી કોઈ સહાય ચૂકવી નથી.
આજથી શરૂ થયેલા ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકારને સવાલ કર્યો હતો કે, બિપરજાેય વાવાઝોડામાં ગુજરાતને થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકારે રાજ્યને કેટલી મદદ કરી છે. ગેનીબેન દ્વારા પુછવામાં આવેલા આ સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે ૭૦૦ કરોડની સહાય માંગી હતી પરંતુ કેન્દ્ર તરફથી કોઈ સહાય આપવામાં આવી નથી.
બિપરજાેય વાવાઝોડા બાદ કેન્દ્ર સરકારની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ બિપરજાેય વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળ આકારણી માટે ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવી હતી. આ ટીમ સમક્ષ ગુજરાત સરકાર દ્વારા બિપરજાેય વાવઝોડાથી ગુજરાતમાં થયેલા નુકસાનનો આંકડો રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં વીજળી અને તેને લગતી સેવાને ૯૦૯ કરોડથી વધુનું નુકસાન, રોડ અને બિલ્ડીંગ વિભાગને ૭૦૨ કરોડનું નુકસાન, પોર્ટ અને ટ્રાન્સપોર્ટને ૭૨.૭૨ કરોડનું નુકસાન તો કૃષિને ૨૦ કરોડના નુકસાનની રજૂઆત કરવામાં આવી હતી. બિપરજાેય વાવાઝોડાથી કચ્છ અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના ૪૪૩ ગામની ૧૯.૧૬ લાખથી વધુ વસતીને અસર થઈ હતી.