ક્રિકેટ જગતમાં એશિયા કપ તેની શરૂઆતના ૪૦ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે અને ૧૬મી આવૃત્તિ આવતીકાલથી શરૂ થઈ રહી છે. જાે કે આવું માત્ર ૬ વખત બન્યું છે જ્યારે કોઈ ટીમ એક પણ મેચ હાર્યા વિના ટાઈટલ જીતવામાં સફળ રહી હોય. આમાં ત્રણ વખત આ સિદ્ધિ ભારતીય ટીમના કેપ્ટનના નામે, એક વખત પાકિસ્તાનના અને બે વખત શ્રીલંકાના નામે નોંધાઈ છે.એક પણ મેચ હાર્યા વિના એશિયા કપની ટ્રોફી જીતનાર કેપ્ટનોની વાત કરીએ તો આ લિસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું નામ સૌથી ઉપર છે. ગાવસ્કરે વર્ષ ૧૯૮૪માં ભારતને એશિયન ચેમ્પિયન બનાવ્યું હતું.

જાે કે તે સમયગાળા દરમિયાન માત્ર ત્રણ મેચ રમાઈ હતી. ભારતે શ્રીલંકા અને પાકિસ્તાન સામેની બંને મેચ જીતી હતી. આ ઉપરાંત વર્ષ ૧૯૯૭માં અર્જુન રણતુંગાએ શ્રીલંકાને એક પણ મેચ હાર્યા વિના ખિતાબ જીતવામાં મદદ કરી હતી.વર્ષ ૨૦૦૦માં પાકિસ્તાનને મોઈન ખાને આ જ રીતે જીત અપાવી હતી જ્યારે વર્ષ ૨૦૧૪માં શ્રીલંકા માટે એન્જેલો મેથ્યુઝે આ કામ કર્યું હતું. આ ઉપરાંત એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે એક પણ મેચ હાર્યા વિના ૨૦૧૬માં એશિયા કપની ટ્રોફી ઉપાડી હતી. તે દરમિયાન આ ટૂર્નામેન્ટ ટી૨૦ ફોર્મેટમાં રમાઈ હતી, જ્યારે વર્ષ ૨૦૧૮માં રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ આવી જ રીતે ચેમ્પિયન બની હતી. તે દરમિયાન એક મેચ ટાઈ થઈ હતી, જેનું નેતૃત્વ ધોનીએ કર્યું હતું.

Share.
Exit mobile version