અમદાવાદનાં આંબાવાડી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર અચાનક ભેખડ ધસી પડતા એક બાળકી અને મજૂર દટાઈ જવા પામ્યા હતા. ત્યારે સી.એન. વિદ્યાલય રોડ પર આવેલ એચ.આર.ગ્રુપ દ્વારા હાલ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ ચાલી રહ્યું છે. ત્યારે ઘટનાં બનતા અન્ય મજૂરો દ્વારા તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી બાળકીને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે ભેખડમાં દટાયેલ બાળકીનું મોત નિપજ્યું હતું.
જ્યારે એક મજૂર ઘાયલ થયો હતો. ત્યારે ઘાયલ મજૂરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. કન્સ્ટ્રક્શન સાઈટ પર બેઝમેન્ટમાં પાર્કિગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન અચાનક માટીનો ભાગ ધરાશાયી થતા મજૂર દટાયા હતા. આ ઘટનાની જાણ એલીસબ્રિજ પોલીસને થતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતા.