મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોના પ્રચાર માટે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા દમોહ પહોંચ્યા હતા. ત્યાં તેમણે એક જનસભાને સંબોધિત કરતા બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, એમપીમાંથી બીજેપી સરકારની વિદાય નક્કી છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચૂંટણી રેલીને સંબોધિત કરતા દાવો કર્યો કે, મધ્ય પ્રદેશ મોટા બદલાવ માટે તૈયાર છે. ૨૨૫ મહિનાના શાસનમાં ૨૫૦ કૌભાંડ કરનારી ભ્રષ્ટ ભાજપ સરકાર જઈ રહી છે અને ભારે બહુમત સાથે કોંગ્રેસ આવી રહી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મધ્ય પ્રદેશમાં રોજગારીની તકો ખૂબ જ ઓછી છે. એટલા માટે અહીં પલાયન ખૂબ થઈ રહ્યુ છે. છેલ્લા ૩ વર્ષમાં મધ્ય પ્રદેશની બીજેપી સરકારે માત્ર ૨૧ નોકરીઓ આપી.
દમોહમાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમે કહીએ છીએ કે, જાતિગત વસતી ગણતરી કરાવો.
બિહારમાં જાતિગત વસતી ગણતરી હાથ ધરવામાં આવી. જે પ્રમાણે ત્યાંના ૮૪% લોકો એસસી, એસટી અને ઓબીસી છે. પરંતુ જાે તમે નોકરીઓમાં મોટા-મોટા પદો પર જાેશો કે આ સમુદાયોનું પ્રતિનિધિત્વ શું છે તો તમને જાણવા મળશે કે, એટલું પ્રતિનિધિત્વ નથી.