આઈસીસીદ્વારા ગઈકાલે વર્લ્ડ કપ ૨૦૨૩નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય ટીમની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. આ મેચ ૮ ઓક્ટોબરે ચેન્નઈમાં રમાશે. શેડ્યૂલ જાહેર કર્યા પછી, આઈસીસીએ ક્રિકેટ ચાહકો સાથે વધુ એક રસપ્રદ માહિતી શેર કરી હતી. આઈસીસીએ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનની સાથે અન્ય કઈ મેચો રોમાંચક બની શકે છે. આઈસીસીએ એવી પાંચ મેચ પસંદ કરી હતી, જેને લઈને ઘણો ઉત્સાહ જાેવા મળી શકે છે.
વર્લ્ડ કપ ૨૦૨૩માં ૧૫ ઓક્ટોબરના રોજ ભારતનો સામનો પાકિસ્તાન સાથે થશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી વન-ડેવર્લ્ડ કપ મેચમાં પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. વર્લ્ડ કપ ૨૦૧૯ની મેચમાં ભારતે પાકિસ્તાનને ૮૯ રને હરાવ્યું હતું. ભારતે આ મેચ ડકવર્થ લુઈસ નિયમથી જીતી હતી. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચ પણ ઘણી રોમાંચક બની શકે છે. ગત વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવ્યું હતું. આ વખતે પણ બંને ટીમો એકબીજાને ટક્કર આપતી જાેવા મળી શકે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ઘણી રોમાંચક મેચો રમાઈ છે. હવે ફરી એકવાર આ બંને ટીમો મેદાનમાં સામસામે આવશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ કાંગારૂ ટીમને પડકાર આપવા મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૧૩ ઓક્ટોબરે મેચ રમાનાર છે. આ મેચ પણ રોમાંચક બની શકે છે. દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપ ૨૦૧૯માં માત્ર ત્રણ મેચ જીત્યું હતું. પરંતુ આ વખતે તે કમબેક કરી શકે છે. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે ૭ ઓક્ટોબરે મેચ રમાશે. ધર્મશાલામાં રમાનારી આ મેચ પર પણ સૌની નજર રહેશે.
• ભારત વિરૂધ્ધપાકિસ્તાન, અમદાવાદ – ૧૫ ઓક્ટોબર
• ઈંગ્લેન્ડ વિરૂધ્ધન્યુઝીલેન્ડ, અમદાવાદ – ૫ ઓક્ટોબર
• ભારત વિરૂધ્ધઓસ્ટ્રેલિયા, ચેન્નઈ – ૮ ઓક્ટોબર
• ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધદક્ષિણ આફ્રિકા, લખનઉ – ૧૩ ઓક્ટોબર
• બાંગ્લાદેશ વિરૂધ્ધઅફઘાનિસ્તાન, ધર્મશાલા – ૭ ઓક્ટોબર