ભારતમાં સૌથી મોટી બેંકોમાં સામેલ એચડીએફસી બેન્ક લિમિટેડ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્શ કોર્પ (એચડીએફસી) સાથે મર્જર કરવા જઈ રહી છે. આ વિલયની સાથે જ તે વિશ્વની મોસ્ટ વેલ્યુએબલ બેન્કોમાં સામેલ થઈ જશે. આવું પહેલીવાર બનશે.
આ વિલયની સાથે જ અમેરિકા તથા ચીનની બેન્કો સામે એક નવો હરીફ બજારમાં આવશે જે ટોચના સ્થાનની નજીક પહોંચી હશે. ૧ જુલાઈથી એચડીએફસીબેન્ક અને એચડીએફસીવચ્ચે મર્જર અમલમાં આવશે.
એચડીએફસી બેંક લિમિટેડ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પના મર્જરની સાથે જ વિશ્વની ચોથા ક્રમની માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી બેંક અસ્તિત્વમાં આવશે. જે જેપીમોર્ગન ચેઝ એન્ડ કંપની, ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ અને બેંક ઓફ અમેરિકા કોર્પ પછી ચોથા ક્રમે હશે. આ બેન્કની વેલ્યૂ ૧૭૨ બિલિયન ડૉલરની આજુબાજુ રહેશે.
આ બંને જાયન્ટસ વચ્ચે ૧ જુલાઈથી મર્જર અમલી બનશે અને તેની સાથે ૧૨૦ મિલિયન કસ્ટમર ધરાવતી નવી એચડીએફસીબેન્ક અસ્તિત્વમાં આવશે.
આ કસ્ટમરની સંખ્યા જર્મનીની વસતી કરતાં પણ વધુ હશે. તેની સાથે બેંકની શાખાઓની સંખ્યા ૮૩૦૦ને વટાવી જશે અને તેના કર્મચારીઓની સંખ્યા પણ ૧૭૭૦૦૦ને સ્પર્શી જશે.
આ મર્જરની સાથે જ ભારતની સૌથી મોટી બેંકોમાં સામેલ એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈબેન્ક પણ માર્કેટ કેપિટલ મામલે એચડીએફસીથી પાછળ થઈ જશે. હાલમાં એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈની માર્કેટ કેપઅનુક્રમે ૬૨ બિલિયન અને ૭૯ બિલિયન ડૉલરની આજુબાજુ છે.