બિહારના પટનામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બિહારના પટનામાં આવેલા બાંકા જિલ્લામાં રહેતી એક મહિલાએ એક શખસનો પ્રાઈવેટ પાર્ટ આંશિક રીતે કાપી નાખ્યો હતો. આ શખસ મહિના ઘરમાં ઘુસ્યો હતો અને એ સમયે તેણે તેનો કથિત રીતે રેપ કર્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે મહિલાનો પતિ બહાર ગયો હતો. જાે કે, આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ૨૦ વર્ષની આ મહિલા શુક્રવારની રાત્રે તેના ઘરમાં સૂઈ રહી હતી. એ સમયે ૨૭ વર્ષીય આરોપી તેના છતના ભાગે થઈ ઘરમાં ઘુસી આવ્યો હતો અને તેનો રેપ કર્યો હતો.
જ્યારે આ શખસે મહિલાનો રેપ કર્યો ત્યારે તેણે રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ તે એવું કરી શકી નહીં. એ પછી પાસે પડેલી એક શેવિંગ બ્લેડ હાથમાં લીધી અને આરોપીના પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કર્યો હતો, જે આંશિક રીતે કપાઈ ગયો હતો. એ પછી આરોપી પીડાનો માર્યો બૂમાબૂમ કરવા લાગ્યો હતો. મહિલા તેના ચુંગાલમાંથી છુટી ચૂકી હતી અને તેણે બૂમાબૂમ કરી હતી. આ દરમિયાન આરોપી ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. બાદમાં બનાવની જાણ ગામના લોકોએ પોલીસને કરી હતી. જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. મહિલાએ પોલીસને જણાવ્યું કે, જ્યારે તે સૂવા માટે ગઈ ત્યારે છતનો દરવાજાે બંધ કરવાનું ભૂલી ગઈ હતી.
બાંકાના એસએચઓ શંભુ યાદવે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, મહિલાએ પ્રતિકાર કરતા આ હુમલો કર્યો હતો અને એમાં આરોપીનો પ્રાઈવેટ પાર્ટ આંશિક રીતે કપાઈ ગયો હતો. આ કેસમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને પીડિતાને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવી છે. ગયા મહિને પણ આવો જ એક કિસ્સો બન્યો હતો. એક છોકરીએ તેના બોયફ્રેન્ડનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. આ બોયફ્રેન્ડ છતીસગઢમાં સીઆરપીએફ જવાન તરીકે તૈનાત છે. યુવતીને જ્યારે ખબર પડી કે તેના બોયફ્રેન્ડના લગ્ન બીજે નક્કી થઈ ગયા છે, એ જાણ્યા બાદ તેણે આ કૃત્ય આચર્યુ હતુ.
પોલીસના જણાવ્યા મુજબ, આ પ્રેમિકાએ તેના પ્રેમીને કોઈ વાત કરવાના બહાને બોલાવ્યો હતો અને પછી તેઓ હોટલમાં ગયા હતા. જ્યાં પ્રેમિકાએ તેના પ્રેમીનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. પ્રેમિકાએ આ લગ્ન તોડવા માટે પ્રેમી પર દબાણ કર્યુ હતું. કારણ કે પ્રેમીના પરિવારજનોએ આ લગ્ન નક્કી કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનામાં યુવકનો ૬૦ ટકા જેટલો પ્રાઈવેટ પાર્ટ કપાઈ ગયો હતો.