WPL 2024: વુમન્સ પ્રીમિયર લીગ 2024માં બુધવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને UP વોરિયર્સ વચ્ચે મેચ રમાશે. જ્યાં એક તરફ મુંબઈ ઈન્ડિયન્સે ટુર્નામેન્ટમાં પોતાની બંને મેચ જીતી છે તો બીજી તરફ યુપી વોરિયર્સની ટીમને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં યુપી વોરિયર્સની ટીમ તેની પ્રથમ જીતની શોધમાં છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ યુપી વોરિયર્સને હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચવા ઈચ્છશે. હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ બે મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.
તમે આ ખેલાડીઓને તમારી ડ્રીમ ઈલેવન ટીમમાં પણ સામેલ કરી શકો છો.
જો તમે ડ્રીમ ઈલેવન પર એક ટીમ બનાવો છો, તો અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને તમે તમારી ડ્રીમ ઈલેવન ટીમમાં સામેલ કરી શકો છો. સૌથી પહેલા જો મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરની વાત કરીએ તો હરમનપ્રીત શાનદાર ફોર્મમાં દેખાઈ રહી છે. પ્રથમ મેચમાં હરમનપ્રીત કૌરે દિલ્હી કેપિટલ્સ સામે 55 રન બનાવ્યા હતા, જ્યારે બીજી મેચમાં તેણે ગુજરાત સામે 46 રનની અણનમ ઇનિંગ રમી હતી.
અત્યાર સુધી હરમનપ્રીતે બે મેચમાં 101 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં તમે હરમનપ્રીત કૌરને તમારી ડ્રીમ ઈલેવન ટીમમાં સામેલ કરી શકો છો. હરમનપ્રીત ઉપરાંત યુપી વોરિયર્સની શ્વેતા સેહરાવત પણ સારા ફોર્મમાં છે. શ્વેતાએ છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 45 રનની ઇનિંગ રમી હતી.
યુપી વોરિયર્સની ઓલરાઉન્ડર ખેલાડી દીપ્તિ શર્મા પણ શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. દીપ્તિ બેટ અને બોલ બંનેથી અદભૂત પ્રદર્શન કરે છે. આ સિવાય તમે સોફી એક્લેસ્ટોન, એલિસા હીલી અને શબનિમ ઈસ્માઈલ પર પણ દાવ લગાવી શકો છો. ગુજરાત સામે રમાયેલી મેચમાં શબનીમ ઈસ્માઈલે અદભૂત બોલિંગ કરી હતી.
આ મેચમાં બોલિંગ કરતી વખતે શબનિમે 4 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય એમેલિયા કેરને પણ બોલર તરીકે સામેલ કરવામાં આવી શકે છે. ગુજરાત સામે રમાયેલી મેચમાં અમેલિયા કેરે ખતરનાક બોલિંગ કરી હતી. અમેલિયાએ આ મેચમાં 4 વિકેટ પોતાના નામે નોંધાવી હતી. તમને જણાવી દઈએ કે, આ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે રમાશે.