ટામેટા હવે નવું સોનું બની ગયા છે, કર્ણાટકમાં આ શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે કે, લોકોને રોજનું મેનુ બદલવાની ફરજ પડી છે. ટામેટા લોકોના આહારમાંથી હવે ગાયબ થઈ ગયેલા જાેવા મળ્યા છે. જાેકે, આ પ્રકારની માંગ અને કિંમતો ક્યારેક એટલી વધી જાય છે કે, લોકો તેને લક્ઝરી વસ્તુ તરીકે જાેવાનું શરૂ કરે છે જ્યારે ક્યારેક ભાવ એટલા ખરાબ રીતે ઘટી જાય છે કે, ટામેટાં ઉગાડનારા ખેડૂતો રસ્તા પર ટામેટાંથી ભરેલી ટ્રક ફેંકી દેેતા જાેવા મળે છે. કર્ણાટક ૧૦.૨૩% બજાર હિસ્સા સાથે દેશમાં ટામેટાનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક છે. અત્યારે ટામેટાંનો પાક લઈ રહેલા ખેડૂતોને લોટરી લાગી છે, ભાવ ગમે તેટલા ઊંચા હોય, સામાન્ય પરિવાર માટે રસોઈમાં થોડું ટમેટા ઉમેરવું ખૂબ જ જરૂરી છે. તેથી જ લોકો પોતાની ખરીદશક્તિ પ્રમાણે આ મોંઘા શાકભાજીની ખરીદી કરી રહ્યા છે. આજે કર્ણાટકમાં ટામેટાની કિંમત ૧૩૦ થી ૧૬૦ રૂપિયા પ્રતિ કિલો છે. કેટલીક દુકાનો એવી છે કે, જે માંગ અને ઉપલબ્ધતાના આધારે પણ વધુ ભાવે માલ વેચી રહી છે,
ત્યારે સ્વાભાવિક છે કે, જ્યારે ભાવ આ પ્રમાણે હશે તો ચોરીની શક્યતા ઘણી વધી જશે. તેથી જ હાવેરીના અક્કી અલુરુમાં એક ખેડૂતે પોતાના ટામેટાના ઢગલાને ચોરીથી બચાવવા માટે એક સ્માર્ટ વ્યવસ્થા કરી છે. ટામેટાં લઈને બેઠેેલા આ વેપારી માને છે કે, આ સિઝનમાં તેનું નસીબ બદલાઈ જશે. મુટ્ટપ્પા, એક ખેડૂત કે, જેણે તાજેતરમાં જ તેના ખેતરમાંથી લાલ ટામેટાંની લણણી કરી હતી, તે સ્થાનિક બજારમાં તેની સાથે ઝ્રઝ્ર્ફ કૅમેરો લાવ્યો હતો. જે હરોળમાં બીજા ખેડૂતો બેઠા હતા તે જ હરોળમાં તે બેઠો. તેની સામે તેણે ટામેટાંનો ઢગલો મૂક્યો જે તે વેચવા માટે લાવ્યો હતો. ટામેટાંની સાથે બીજી કેટલીક શાકભાજી પણ છે જે તેણે આ જ ખેતરમાં ઉગાડી હતી. તેણે કહ્યું કે, લોકો મારી પાસેથી ટામેટાં ખરીદે છે કારણ કે, તે આ બજારમાં શ્રેષ્ઠ છે,
પરંતુ જ્યારે હું અન્ય ગ્રાહકોની સેવા કરવામાં વ્યસ્ત હોઉં છું, ત્યારે કેટલાક બદમાશો કેટલાક ટામેટાં લઈ જશે અને મને ખબર પણ નહીં પડે, હું કંઈપણ ગુમાવવા માંગતો નથી, તેથી મેં ઝ્રઝ્ર્ફ કેમેરા ગોઠવ્યા છે. આ મારી પોતાની સુરક્ષા માટે છે. મુટ્ટપ્પા કહે છે કે, ટામેટા ચોરીનો બનાવ પણ પ્રકાશમાં આવ્યો હતો. હસન જિલ્લાના બેલુરના ધારાની પાસેના ગોની સોમનહલ્લી ગામમાં આજે સવારે એક ટમેટા ઉત્પાદક આઘાતમાં હતો. તે આજે તેના ખેતરમાં સંપૂર્ણ પાકેલા ટામેટાં કાપવાની યોજના બનાવી રહ્યો હતો અને બદમાશોએ રાતોરાત લાખોની કિંમતની ૫૦ થી ૬૦ બોરી ટામેટાંની લૂંટ કરી હતી.