આ વર્ષના પાંચ ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહેલા ૫૦ ઓવરના વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા તેમજ ક્રિકેટપ્રેમીઓ માટે સારી ખબર છે. ઈજાના કારણે લાંબા સમયથી બહાર ચાલી રહેલા જસપ્રીત બુમરાહ ખૂબ જલ્દી મેદાન પર બ્લૂ જર્સીમાં જાેવા મળી શકે છે. પીઠની સર્જરી બાદ ૨૯ વર્ષીય જસપ્રીત વર્તમાનમાં બેંગાલુરુ સ્થિતિ નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તે ધીમે-ધીમે પોતાનું વર્કલોડ વધારી રહ્યો છે અને ફિટનેસ મેળવવાની ખૂબ નજીક છે. સાથે જ ટીમથી બહાર ચાલી રહેલો એક મહત્વનો બેટ્સમેન શ્રેયસ અય્યરે પણ સર્જરી બાદ બીજીવાર બેટિંગ શરૂ કરી દીધી છે.
જાે બધુ ઠીક રહ્યું તો બંને જ ખેલાડી આગામી મહિને આયર્લેન્ડ ટુર દરમિયાન રમાનારી ટી૨૦ સીરિઝમાં ભારતીય ટીમનો ભાગ બનશે. રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઈના ક્રિકેટ પ્રમુખ વીવીએસ લક્ષ્મણની દેખરેખ હેઠળ તેના કમબેક પાછળ મહેનત કરવામાં આવી રહી છે અને તે નેટમાં પૂરા જાેશ સાથે ૮-૧૦ ઓવર બોલિંગ કરી રહ્યો છે. અંદરની વાત કરીએ તો, સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટ સપ્ટેમ્બરમાં એશિયા કપ માટે બુમરાહને સામેલ કરવા માગતા હતા, છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેણે જેટલી ફિટનેસ દેખાડી છે તેનો અર્થ એ છે કે, તે આગામી મહિને ઓછી અનુભવી ભારતીય ટીમ સાથે આયર્લેન્ડ ટુર પર જઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં તેના પર ર્નિણય લેવામાં આવશે.
જસપ્રીત બુમરાહ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પીઠની ઈજા થયા બાદ કોઈ ક્રિકેટ રમ્યો નથી. ઈજાને જાેતા તેને વધારે દેખરેખ સાથે સંભાળવામાં આવી રહ્યો છે. તેવી જાણ થઈ છે કે, બુમરાહને નેટ્સ પર કોઈ અસુવિધા થઈ રહી નથી, તે નિયમિત ટ્રેનિંગ લઈ રહ્યો છે. તેવો સંકેત છે કે, બુમરાહ એનસીએમાં કેટલીક પ્રેક્ટિસ મેચ પણ રમી શકે છે, જ્યાં ટ્રેનિંગ કેમ્પ પણ ચાલી રહ્યો છે. વધુ એક ઈજાગ્રસ્ત બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની હાલતમાં પણ સુધારો થઈ રહ્યો છે અને તેણે પણ ફરીથી બોલિંગ કરવાનું શરૂ કરી દીધું છે. જાે કે, આગામી મહિને આયર્લેન્ડની ટુર માટે તેનું રમવાનું નક્કી નથી, પરંતુ તે એશિયા કપમાં રમવા માટે તૈયાર છે, તેને ભારત તરફથી તક આપવામાં આવી શકે છે.
કૃષ્ણાએ ટીમ ઈન્ડિયા સાથે જાેડાયા બાદથી મિડલ ઓવર્સમાં પોતાની ફાસ્ટ બોલિંગથી ઘણા પ્રભાવિત કર્યા નથી. બીજા પાવરપ્લેને ધ્યાનમાં રાખતા તેની બોલિંગ વિપક્ષી ટીમો સામે પ્લાનિંગમાં મહત્વની હોતી હતી. છેલ્લા એક વર્ષથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહેનારા શ્રેયસ અય્યર વારંવાર ઈજાગ્રસ્ત થઈ રહ્યો હતો. તેની પીઠની ઈજા વારંવાર ઉથલો મારી રહી છે. સર્જરી કરાવ્યા બાદથી તેણે ફરીથી બોલિંગ શરૂ કરી છે. ગત ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ દરમિયાન ઈજા થયા બાદથી મિડલ ઓર્ડરનો આ બોલર આઈપીએલ પણ રમી શક્યો નથી. આશા છે કે બુમરાહની જેમ અય્યર પણ આયર્લેન્ડ જઈ શકે છે.