શહેરમાં ૨૦ જૂનના રોજ રથયાત્રા નીકળી હતી. એકદમ શાંતિપૂર્વક આ રથયાત્રા સંપન્ન થઈ હતી. ત્યારે રથયાત્રાના દિવસે કેટલાંક લોકો નવું વાહન ખરીદતા હોય છે. રથયાત્રાના દિવસે નવું વાહન ખરીદવું શુભ માનવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રથયાત્રાના પવિત્ર તહેવાર દરમિયાન ૫૦૦૦થી પણ વધારે નવા વાહનોનું વેચાણ થયું હતું. રથયાત્રાનું શુભ મુર્હૂત અમદાવાદના અનેક વ્હીકલ્સ ડિલર્સ માટે ખુશીનો સમય લઈને આવ્યો હતો, કારણ કે ગ્રાહકોના ઉત્સાહના કારણે વેચાણમાં મોટો વધારો નોંધાયો હતો. મંગળવારે એટલે કે રથયાત્રાના દિવસે અમદાવાદમાં ઓટોમોબાઈલ શોરુમમાંથી ટુ અને ફોર વ્હીલર્સ સહિત ૫૫૦૦થી પણ વધુ નવા વાહનો ખરીદવામાં આવ્યા હતા. તો મહત્વની વાત તો એ છે કે, ગયા વર્ષે રથયાત્રાના તહેવાર પર થયેલાં વેચાણની સરખામણીમાં પણ ૪૫ ટકાનો વધારો જાેવા મળ્યો હતો. આ અંદાજાે ધ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન ગુજરાત દ્વારા આપવામાં આવ્યો હતો. મુર્હૂતના દિવસે વેચાતા વાહનોમાં આશરે ૩૮૦૦ ટુ વ્હીલર્સ અને ૧૮૦૦ ફોર વ્હીલર્સનો સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં વાહનો વેચાવા પાછળનું કારણ એ હતું કે, ઓટોમોબાઈલ ડિલર્સ દ્વારા બંપર ઓફર આપવામાં આવી હતી. આ વર્ષે ટુ વ્હીલર્સનું વેચાણ વધ્યું હતું. કોવિડ દરમિયાન ટુ વ્હીલર્સનું વેચાણ ઓછું થયું હતું. બીજી તરફ, સ્કૂલો અને કૉલેજાે પણ શરુ થઈ છે. સાથે જ વાહનો ખરીદવા પર સારી ઓફર મળી રહી હતી. જેના કારણે વેચાણાં વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં ટુ વ્હીલર્સના વેચાણમાં ૬૦ ટકાનો વધારો જાેવા મળ્યો હતો, એવું હ્લછડ્ઢછ ગુજરાતના પૂર્વ અધ્યક્ષ પ્રણવ શાહે જણાવ્યું હતું. બીજી તરફ, નવી કારોની માંગમાં પણ વધારો જાેવા મળ્યો હતો. છેલ્લાં બે વર્ષમાં કારની માંગમાં વધારો થવાને કારણે બજારમાં પૂરતા પ્રમાણમાં વેચાણ જાેવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, રથયાત્રાના દિવસે નોંધાયેલા વાહનોના વેચાણની વાત કરવામાં આવે તો માત્ર અમદાવાદમાંથી જ ૫૦ ટકા વેચાણ થયું હતું.