Porsche Panamera GTS
પોર્શેએ ભારતીય બજારમાં તેની નવી કાર પોર્શે પનામેરા GTS લોન્ચ કરી છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 2.34 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. તેમાં નવું એન્જિન પણ આપવામાં આવ્યું છે.
Porsche Panamera GTS: લક્ઝરી કાર ઉત્પાદક પોર્શે ભારતમાં તેની નવી કાર લોન્ચ કરી છે. આ કારનું નામ Porsche Panamera GTS છે. આ કારને 302 કિમીની ટોપ સ્પીડ સાથે લોન્ચ કરવામાં આવી છે. આ એક અપડેટેડ મોડલ છે. કંપનીએ આ કારને 2021માં 1.6 કરોડ રૂપિયાની કિંમતે દેશમાં લોન્ચ કરી હતી.
શું ફેરફારો થયા?
જાણકારી અનુસાર પોર્શે પોતાની નવી લક્ઝરી કારમાં નવું એન્જિન આપ્યું છે. Porsche Panamera GTSમાં 4.0 લિટર ટ્વીન ટર્બો V8 એન્જિન છે. આ એન્જિન મહત્તમ 500 HP પાવર જનરેટ કરે છે. આ પાવર અગાઉના મોડલ કરતાં 20 HP વધુ છે. આ સિવાય કંપનીના જણાવ્યા અનુસાર આ કાર માત્ર 3.8 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ ઉપરાંત તેમાં 302 કિમીની ટોપ સ્પીડ પણ આપવામાં આવી છે. જોકે, આ કાર સ્ટાન્ડર્ડ મોડલ કરતાં 10 mm ઓછી થઈ ગઈ છે.
ડિઝાઇન
હવે Porsche Panamera GTS કારની ડિઝાઈનની વાત કરીએ તો, કંપનીએ કારની સાઈડ અને રિયરમાં નવો બ્લેક GTS લોગો આપ્યો છે. આ ઉપરાંત, તેમાં એક અનન્ય ફ્રન્ટ સેક્શન પણ છે. આ સિવાય આ કારમાં ડાર્ક ટીન્ટેડ LED હેડલેમ્પ અને ટેલ લેમ્પ આપવામાં આવ્યો છે. તેમાં લાલ બ્રેક કેલિપર પણ છે. તેનો ઓવરઓલ લુક એકદમ યુનિક આપવામાં આવ્યો છે.
The Porsche Panamera has redefined the luxury sedan segment, uniquely combining smooth driving comfort with the characteristics of a Porsche sports car.
Now the Panamera GTS joins the Porsche India line up.
See more : https://t.co/bXgBunHJ7V#Porsche #Porscheindia #panamera pic.twitter.com/zyA8Xagpd5
— Porsche India (@Porsche_India) July 18, 2024
વિશેષતા
જો પોર્શે પનામેરા જીટીએસ કારના ફીચર્સ પર નજર કરીએ તો કંપનીએ તેને 21 ઈંચ ટર્બો સી સેન્ટર-લોક એલોય વ્હીલ્સ આપ્યા છે. આ સિવાય આ કારમાં નવી આર્મરેસ્ટ, નવી ડોર પેનલ અને સેન્ટર પેનલ આપવામાં આવી છે. પોર્શ કારમાઈન રેડ અને સ્લેટ ગ્રે નિયો કલરમાં લક્ઝુરિયસ ઈન્ટીરીયર પેકેજ ઓફર કરી રહી છે. આ સિવાય કારમાં કાર્બન મેટ ઈન્ટીરિયર પેકેજ પણ આપવામાં આવ્યું છે. આ કારમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એરબેગ્સ, ADAS સિસ્ટમ જેવી વધુ આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.
કિંમત
જાણકારી અનુસાર પોર્શે પોતાની નવી કારની એક્સ-શોરૂમ કિંમત 2.34 કરોડ રૂપિયા રાખી છે. કંપની અનુસાર, આ કારની ડિલિવરી આ વર્ષના અંતમાં અથવા 2025ની શરૂઆતમાં શરૂ થઈ શકે છે. જોકે, કંપનીએ કારમાં હાઇબ્રિડ એન્જિન આપ્યું નથી.