પુરુષો પોતાની જરુરિયાતને પુરી કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. દરેક વ્યક્તિની કામના હોય છે કે તેમની પાસે ઢગલાબંધ રૂપિયા હોય અને તેઓ પૈસાથી પોતાની જરુરિયાતો પુરી કરી શકે. આજના સમયમાં પૈસા કમાવવા મુશ્કેલ નથી. બસ લોકોને કમાવાની યોગ્ય રીતે આવડવી જાેઈએ. હાલના દિવસોમાં એક અમેરિકાની પૂર્વ સ્ટ્રિપર અને મોડલ ચર્ચામાં છે, કેમ તે એટલી વિચિત્ર રીતે પૈસાની કમાણી કરે છે, જેનાથી તે માલામાલ બની ચુકી છે, તે પૈસા લઈને પુરુષોની ગર્લફ્રેન્ડ બને છે.
રિપોર્ટ અનુસાર,જેના મૈડિસન ૩૦ વર્ષની છે અને શિકાગોમાં રહે છે. તે એક દિવસમાં તે ૮૦ હજાર રૂપિયાની કમાણી કરે છે. હકીકતમાં તે એકલા પુરુષોની ગર્લ ફ્રેન્ડ બનીને તેમની પાસેથી પૈસા કમાય છે. જે લોકો પોતાના જીવનમાં એકલાપણું અનુભવી રહ્યા છે, તે જેનાને પોતાની પ્રેમિકા બનાવવા માટે પૈસા આપે છે, જેના તેમની સાથે વાત કરે છે. તેમની વાતોને સાંભળે છે, તેમની સાથે રોમાન્સ કરે છે. હસી મજાક કરે છે, પણ આ બધું જ ઓનલાઈન કરે છે. એટલે કે તે લોકોને મળીને પોતાની સેવા નથી આપતી, પણ ફોન અને મેસેજ દ્વારા પોતાના પ્રેમીઓ સાથે જાેડાયેલી રહે છે. તેની પાસે લગભગ ૩૦૦૦ બોયફ્રેન્ડ છે, જેનાથી તે દરરોજ વાતો કરે છે અને એક દિવસમાં ૮૦ હજાર સુધી ચાર્જ કરે છે.
જ્યારે તેમને વીડિયો કોલ પર વાત કરવાની હોય છે, તો તે અલગથી રૂપિયા લે છે. જેના હવે દર મહિને ૩૩ લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. આ રૂપિયાથી તે ઘરવાળાની દેખરેખ કરે છે. તેણે પોતાનું એક ઘર ખરીદી લીધું છે. ૧ લાખ રૂપિયા દર મહિનાના હિસાબે પર્સનલ ટ્રેનર રાખી છે અને પોતાની સુંદરતા વધારવા માટે ઘણા રૂપિયા ખર્ચ કરે છે. તેના બોયફ્રેન્ડ આ વાતથી ક્યારેક ક્યારેક જલન પણ થાય છે કે તે તેમને છોડીને અન્ય લોકો સાથે વાધરે ટાઈમ આપી રહી છે. આજ કારણથી જેનાએ એક નિયમ બનાવી દીધો છે જેનું તે પાલન કરે છે. બોયફ્રેન્ડ રુલ બનાવી દીધા છે, તે ઓનલાઈન રોમાન્સ ભલે ગમે તેટલું કરી લે, પણ હકીકતમાં તે બીજા કોઈ સાથે ફિજિકલ રિલેશન નહીં રાખે.
જેનાને પણ આ શરત મંજૂરી છે. જેનાની જિંદગી ખૂબ મુશ્કેલ ભરેલી હતી, કેમ કે એક સમય હતો જ્યારે તેની પાસે પૈસા નહોતા. તેમણે ૧૯ વર્ષની ઉંમરમાં પોલ ડાંસિંગ અને સ્ટ્રિપિંગનું કામ શરુ કરી દીધું હતું. કારણ કે પરિવારમાં પૈસાની બહુ કમી હતી. ઘર વેચાઈ જવાનું હતું અને માતાની પણ નોકરી જતી રહી હતી. ત્યાર બાદ તેમણે સબ્સ્ક્રિપ્શન સાઈટ ઓન્લીફેન્સ પર કામ કરવાનું શરુ કરી દીધું, જ્યાં તે પોતાના સબ્સક્રાઈબર્સને પોતાના બોયફ્રેન્ડ બનાવવા લાગી અને તેમની સાથે વાત કરવા લાગી. તેમણે જણાવ્યું કે, પરિવાર અને બોયફ્રેન્ડને તેમના આ કામથી વાંધો નથી, પણ ઘણી વાર તેમને કેટલીય વાર લોકોના મેણાટોણા સાંભળવા પડે છે.