Pakistan PM : પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં 92.97 મીટરના ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. 1992 બાદ પહેલીવાર પાકિસ્તાને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તમને જણાવી દઈએ કે અરશદ જ્યારે પેરિસથી પાકિસ્તાન આવ્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે પાકિસ્તાન સરકારે નદીમને ઈનામની રકમ આપવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન પરત ફર્યા બાદ નદીમ પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફને મળ્યો, પાકિસ્તાની પીએમએ નદીમને 10 લાખ પાકિસ્તાની રૂપિયા (લગભગ 3 લાખ રૂપિયા)નું રોકડ ઈનામ આપ્યું. આ જોઈને પાકિસ્તાનનો પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયા ગુસ્સે થઈ ગયો. પૂર્વ પાકિસ્તાની સ્પિનર અરશદને વડાપ્રધાન તરફથી આટલી નાની રકમ મળવાથી ખુશ નથી. પોસ્ટ શેર કરીને દાનિશે તેને નદીમનું અપમાન ગણાવ્યું છે.
દાનિશ કનેરિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “વડાપ્રધાન…તમે આપેલા દસ લાખ રૂપિયાની તસવીર હટાવી દો – તે તેમની વાસ્તવિક જરૂરિયાતો પૂરી નથી કરતી…આ રકમ એટલી નાની છે કે તેઓ એર ટિકિટ પણ ખરીદી શકતા નથી. “તે અરશદ અને દેશ બંનેનું અપમાન છે, ખાસ કરીને તેમના સંઘર્ષને ધ્યાનમાં રાખીને.”
Mr. Prime Minister, at least offer a graceful congratulations. Delete the picture of the million rupees you gave—it does nothing for his real needs. This amount is so small he can’t even afford air tickets. It’s an insult to both Arshad and the nation, considering his ongoing… https://t.co/OLQZAfWLvU
— Danish Kaneria (@DanishKaneria61) August 9, 2024
અરશદ નદીમે પાકિસ્તાન સરકારને ખાસ અપીલ કરી હતી.
પોતાના વતન પરત ફર્યા બાદ પાકિસ્તાની એથ્લેટે પાકિસ્તાન સરકારને તેના ગામમાં સારા રસ્તા, રાંધણગેસ કનેક્શન અને અન્ય પાયાની સુવિધાઓ આપવા જણાવ્યું છે. અરશદે કહ્યું, “મારા ગામને રસ્તાની જરૂર છે… જો સરકાર રાંધણગેસ પ્રદાન કરે તો તે મારા અને મારા ગામ માટે સારું રહેશે. મારું પણ એક સપનું છે કે મિયાં ચન્નુ શહેરમાં એક યુનિવર્સિટી બનાવવામાં આવે, જેથી “અમારી બહેનો ભણવા માટે 1.5 થી 2 કલાકના અંતરે આવેલા મુલતાન જવાની જરૂર નથી, જો સરકાર અહીં એક યુનિવર્સિટી બનાવે તો તે મારા ગામ અને આસપાસના લોકો માટે મોટી વાત હશે.”