Kawasaki VS Royal Enfield
Kawasaki Comparison With Royal Enfield: યુવાનોમાં કાવાસાકી અને રોયલ એનફિલ્ડ બંને બ્રાન્ડની બાઈકનો ઘણો ક્રેઝ છે. આ બંને બાઇકની કિંમત અને પાવરમાં ઘણો તફાવત છે.
Kawasaki VS Royal Enfield: Kawasaki અને Royal Enfield બાઇક ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને યુવાનોમાં આ બાઇકનો ઘણો ક્રેઝ છે. પરંતુ આ બ્રાન્ડ્સની બાઇકની કિંમતમાં ઘણો તફાવત છે. એક તરફ, વ્યક્તિ બે થી ત્રણ લાખ રૂપિયાની કિંમતમાં રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ ખરીદી શકે છે. જ્યારે કાવાસાકી બાઇક 9 થી 10 લાખ રૂપિયાની રેન્જમાં આવે છે.
કાવાસાકી બાઇકની કિંમત
ભારતમાં કાવાસાકી બાઇકના ઘણા મોડલ છે. આમાં સૌથી મોંઘી બાઇક Kawasaki Ninja H2R છે. ભારતમાં આ પાવરફુલ બાઇકની કિંમત 79.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે. Kawasaki Ninja 300 આ શ્રેણીના સૌથી લોકપ્રિય મોડલ પૈકીનું એક છે. આ બાઇકની કિંમત 4,00,669 રૂપિયા છે. Kawasaki Vulcan Sને તાજેતરમાં ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી છે. આ બાઇકની ઓન-રોડ કિંમત 8,31,022 રૂપિયા છે.
રોયલ એનફિલ્ડ
રોયલ એનફિલ્ડની ઘણી મોટરસાઇકલ ભારતીય બજારમાં ઉપલબ્ધ છે. Royal Enfield Hunter 350 ની કિંમત 1,79,351 રૂપિયા છે. ક્લાસિક 350ની ઓન-રોડ કિંમત રૂ. 2,37,065 છે. બુલેટ 350ની કિંમત 2,06,068 રૂપિયાથી શરૂ થાય છે. હિમાલયન 450ની ઓન-રોડ કિંમત 3,41,157 રૂપિયા છે. ગેરિલા 450ની કિંમત 2,90,081 રૂપિયાથી શરૂ થાય છે.
કાવાસાકીની સૌથી મોંઘી બાઇક
કાવાસાકીની સૌથી મોંઘી બાઇક Ninja H2R છે. આ બાઇકમાં 998 cc, લિક્વિડ-કૂલ્ડ, 4-સ્ટ્રોક એન્જિન છે. આ એન્જિન 14,000 rpm પર 310 bhp ની શક્તિ ઉત્પન્ન કરે છે અને 12,500 rpm પર 165 Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક 20 kmplની માઇલેજ આપે છે. ભારતમાં આ બાઇક માત્ર મિરર કોટેડ મેટ સ્પાર્ક બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. આ બાઇકની શરૂઆતી કિંમત 80 લાખ રૂપિયાની આસપાસ છે.
રોયલ એનફિલ્ડની સૌથી મોંઘી બાઇક
Royal Enfield ની સૌથી મોંઘી બાઈક Super Meteor 650 છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 3,63,900 રૂપિયાથી શરૂ થાય છે. આ બાઇક સાત કલર વેરિઅન્ટમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. આ બાઇકમાં 648 cc, સમાંતર ટ્વિન એન્જિન છે. આ એન્જીન 47 PSનો પાવર આપે છે અને 52.3 Nmનો ટોર્ક જનરેટ કરે છે.