IMF
India GDP: નાણાકીય વર્ષ 2024-25માં ભારતીય અર્થતંત્ર 7 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક ગ્રોથ અંદાજ જાહેર કર્યો છે. IMF અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP 7 ટકા રહેવાનો અંદાજ છે. જુલાઈ મહિનામાં પણ IMFએ તેના અંદાજમાં 7 ટકા આર્થિક વૃદ્ધિ દરનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જો કે, આ એપ્રિલ 2024માં જાહેર કરાયેલા અંદાજ કરતાં 0.2 ટકા વધુ છે.
IMFએ તેના વિકાસના અંદાજમાં જણાવ્યું હતું કે, ભારતમાં GDP વૃદ્ધિ નાણાકીય વર્ષ 2023-24માં 8.2 ટકાની સરખામણીમાં 2024-25માં 7 ટકા રહેશે, જ્યારે 2025-26માં GDP વૃદ્ધિ 6.5 ટકા રહેવાનો અંદાજ છે. IMFના જણાવ્યા અનુસાર, કોરોના મહામારી દરમિયાન જોવા મળતી પન્ટ-અપ ડિમાન્ડ હવે સમાપ્ત થઈ રહી છે અને અર્થવ્યવસ્થા હવે તેની ક્ષમતા મુજબ વૃદ્ધિ દર્શાવી રહી છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અનુસાર, 2024માં વૈશ્વિક અર્થવ્યવસ્થા 3.2 ટકાના દરે વૃદ્ધિ દર્શાવશે.
IMF અનુસાર, વૈશ્વિક તણાવને કારણે કોમોડિટીના ભાવમાં વધારાને કારણે કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં વિલંબ થઈ શકે છે, જેના કારણે રાજકોષીય નીતિ અને નાણાકીય સ્થિરતાને ફટકો પડી શકે છે.