કોઈ પણ કામને લોકો પાસે કરાવવા માટે રિવોર્ડ અથવા પનિશમેન્ટ પોલિસી અપનાવવામાં આવતી હોય છે. જાે કામ સમયસર સારી રીતે થઈ જાય તો, ઈનામ આપવામાં આવે છે અને જાે કામ ન થાય તો, તેના માટે સજાની પણ જાેગવાઈ રાખવામાં આવતી હોય છે. સ્કૂલોમાં સજા થોડી વધારે સખત હોય છે, પણ મોટા થવા પર કોઈ શારીરિક સજા આપવામાં આવતી નથી. જાે કે, કોર્પોરેટ સેક્ટરમાં સજાઓની વાત કરવામાં આવે તો, ચીનમાં આવું બહું જાેવા મળે છે. અહીં લોકોને સારી રીતે પરફોર્મ ન કરવા પર સજા આપવાના અજીબોગરીબ કિસ્સા અને વીડિયો સામે આવી ચુક્યા છે. ક્યારે તેમને એકબીજાને થપ્પડ મારવામાં આવે છે, તો ઘણી વાર કુતરાની માફક ગળામાં પટ્ટા બાંધીને ચલાવાના કિસ્સા પણ સામે આવી ચુક્યા છે. ફરી એક વાર આવો જ કિસ્સો સામે આવ્યો છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, ચીનના જિયાંગશુ પ્રાંતમાંથી આવો જ કિસ્સો સામે આવ્યો છે. અહીં એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ કંપની જીેડર્રે ડ્ઢટ્ઠહર્ટ્ઠ હ્લટ્ઠહખ્તષ્ઠરીહખ્તજરૈ ૈંહકર્દ્બિટ્ઠંર્ૈહ ર્ઝ્રહજેઙ્મંૈહખ્ત તરફથી ડઝનબંધ કર્મચારીઓને કાચા કારેલા ખાવા માટે મજબૂર કર્યા હતા. સજા તરીકે કર્મચારીઓને કાચા કારેલા ખવડાવવાના અમુક વીડિયો સામે આવ્યા છે. કંપની તરફથી તેને રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ સ્કીમ તરીકે બતાવામાં આવી રહી છે. અને કર્મચારીઓએ તેના પર સહમતિ પણ દર્શાવી હતી. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, લોકો દર્દથી બચવા માગે છે. કડવા કારેલા કોઈ ખાવા નથી માગતા, ત્યારે આવા સમયે હવે તેઓ આકરી મહેનત કરશે. સોશિયલ મીડિયા પર આ સમાચાર સાઁભળીને લોકો દંગ રહી ગયા હતા. તેમણે કર્મચારીઓને પક્ષ લીધો હતો અને કહ્યું કે, આનાથી સારુ થાત કે તેમને નોકરીમાંથી કાઢી મુક્યા હોત. ઘણા લોકોએ પોતાની સજાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જે મરચા ખવડાવવા તથા ટોયલેટનું પાણી પીવડાવવા સુધીની આપવામાં આવી છે.