NBCC
જાહેર ક્ષેત્રની કંપની NBCC ને ઉત્તર પ્રદેશના વારાણસીમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવા માટે રૂ. 300 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. કંપનીએ શુક્રવારે શેરબજારને જણાવ્યું કે તેને વારાણસીમાં જવાહરલાલ નેહરુ કોમર્શિયલ કોમ્પ્લેક્સ (JLNCC)ને સ્વનિર્ભર મોડલ પર વિકસાવવા માટે 300 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે તે
NBCC ને મેહતા ફેમિલી સ્કૂલ ઓફ ડેટા સાયન્સ એન્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં નિર્માણ માટે રૂ. 24.38 કરોડનો કોન્ટ્રાક્ટ પણ મળ્યો છે. આમાં IIT રૂરકી, આંતરિક EI, C, ફાયર ફાઇટીંગ, ફાયર એલાર્મ, લિફ્ટ, ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ, CCTV અને BMS ઇન્સ્ટોલેશન અને ઉત્તરાખંડમાં વિકાસ કાર્યનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, કંપનીને ઉત્તર પ્રદેશના ગોરખપુરના AIIMS ખાતે 500 બેડના બહુમાળી ‘વિશ્રામ સદન’ના નિર્માણ માટે પાવર ગ્રીડ કોર્પોરેશન પાસેથી રૂ. 44.37 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. NBCCએ જણાવ્યું હતું કે, એકંદરે તેને તેની સામાન્ય વ્યવસાય પ્રક્રિયાના ભાગરૂપે રૂ. 368.75 કરોડના કોન્ટ્રાક્ટ મળ્યા છે. NBCC પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી (PMC), એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) અને રિયલ એસ્ટેટ બિઝનેસમાં છે.