TCS
TCS: ગયા અઠવાડિયે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના શેરમાં 6% નો વધારો થયો હતો, જેના કારણે કંપનીનું બજાર મૂડીકરણ રૂ. 60,000 કરોડથી વધુ થયું હતું. આ સાથે, ભારતની ટોચની 10 કંપનીઓમાંથી પાંચ કંપનીઓના માર્કેટ કેપમાં વધારો થયો, જેમાં TCS, HCL ટેક, ઇન્ફોસિસ, ભારતી એરટેલ અને હિન્દુસ્તાન યુનિલિવરનો સમાવેશ થાય છે. આ કંપનીઓએ મળીને 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો ઉમેરો કર્યો.બીજી તરફ, HDFC બેંક, ITC, SBI, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ICICI બેંક સહિત કેટલીક કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો થયો હતો. આ કંપનીઓનું કુલ નુકસાન લગભગ રૂ. ૧.૮૬ લાખ કરોડ હતું.
માર્કેટ કેપમાં ઘટાડો:
- HDFC બેંક: રૂ. ૭૦,૪૭૯.૨૩ કરોડ
- ITC: રૂ. ૪૬,૪૮૧ કરોડ
- SBI: રૂ. ૪૪,૯૩૫.૪૬ કરોડ
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ: ૧૨,૧૭૯.૧૩ કરોડ રૂપિયા
- ICICI બેંક: રૂ. ૧૧,૮૭૭.૪૯ કરોડ