ક્રિકેટ જગતથી એક ખુબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમથી આવ્યા છે. ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. બેન સ્ટોક્સે વર્લ્ડ કપ પહેલા આ મોટો ર્નિણય લીધો છે અને ઈંગ્લેન્ડની ટીમે તેને ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ રમવા માટે ટીમમાં સામેલ કર્યો છે.
ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં સ્ટોક્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ને ધ્યાનમાં રાખીને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે સ્ટોક્સને સંન્યાસ ન લેવાની અપીલ કરી હતી અને આ ઓલરાઉન્ડરે તેનો સ્વીકાર કર્યો હતો. સ્ટોક્સે ૨૬ જુલાઈ, ૨૦૨૨ના રોજ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ વર્ષે ભારતમાં વર્લ્ડ કપ યોજાવાનો છે અને સ્ટોક્સનો અનુભવ આ ટીમ માટે ઉપયોગી થશે. સ્ટોક્સે વર્લ્ડ કપમાં રમવા માટે ૈંઁન્માં નહીં રમવાનો ર્નિણય લીધો છે. તે ૈંઁન્ ૨૦૨૪માં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી નહીં રમે.
બેન સ્ટોક્સ એક શ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. તેણે ૧૦૫ વનડેમાં ૩૯ની એવરેજથી ૨૯૨૪ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૩ સદી અને ૨૧ ફિફ્ટી ફટકારી છે. આ સાથે જ તેના નામે ૭૪ વિકેટ પણ છે. તેણે એક વખત ઇનિંગ્સમાં પાંચ વિકેટ પણ લીધી છે. આ સિવાય સ્ટોક્સની ફિલ્ડિંગ પણ અદભૂત છે. સ્ટોક્સે વર્ષ ૨૦૧૯માં ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડવામાં મદદ કરી હતી અને હવે ઈંગ્લેન્ડને ૨૦૨૩ના વર્લ્ડ કપમાં પણ તેની પાસેથી આ જ પ્રદર્શનની અપેક્ષા છે.