Donald Trump
અમેરિકામાં એક નવી આર્થિક યોજનાને લઈ ભારે ચર્ચા ચાલી રહી છે, જે દેશની કર વ્યવસ્થામાં મોટા ફેરફારનું સંકેત આપે છે. જો આ યોજના અમલમાં મૂકવામાં આવે, તો લાખો નાગરિકોને કરમાંથી સંપૂર્ણ મુક્તિ મળી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ એક નવી ટેક્સ પોલિસી પર કામ કરી રહ્યા છે, જે વર્ષમાં $150,000 (~₹1.3 કરોડ) સુધીની આવક ધરાવનારાઓ માટે કર મુક્તિ લાવવાનો પ્રયાસ કરશે. યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે પણ આ યોજનાની પુષ્ટિ કરી છે.
શું આ યોજના અર્થતંત્રને મજબૂત બનાવશે?
યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું કે ટ્રમ્પની આ યોજના ઉદ્યોગો માટે ફાયદાકારક સાબિત થશે અને દેશની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈઓએ લઈ જશે. તેમનું માનવું છે કે નવી નોકરીઓ અને ઉદ્યોગોના વિકાસ માટે આ નીતિઓ મહત્વપૂર્ણ સાબિત થશે.
જોકે, કેટલાક અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે આ રીતે કર ધટાડવાથી સરકારના આવક સ્ત્રોતો પર અસર પડી શકે છે અને લાંબા ગાળે તે દેશના વિકાસ માટે જોખમી બની શકે.
લોકોના મિશ્ર પ્રતિસાદ
આ સમર્થનમાં: કેટલાક નાગરિકો માને છે કે મધ્યમ વર્ગ માટે આ યોજના મોટી રાહત લાવશે અને સામાન્ય લોકો માટે કરભાર ઘટાડશે.
આ વિરુદ્ધમાં: અન્ય લોકો ચિંતિત છે કે ટ્રમ્પની યોજના ઊંચી આવક ધરાવનારાઓ માટે વધુ ફાયદાકારક બનશે અને સરકારના ખર્ચ પર દબાણ વધશે.