War 2 Release Date
હિન્દી અને સાઉથ સિનેમાના બે મહાન સ્ટાર્સ, ઋતિક રોશન અને જુનિયર એનટીઆર, આગામી એક્શન-થ્રિલર ‘વોર 2’ માં સાથે જોવા મળશે. YRF સ્પાય યુનિવર્સની આ ફિલ્મની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, અને હવે નિર્માતાઓએ આ મહાત્વાકાંક્ષી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે.
‘વોર 2’ 14 ઓગસ્ટ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. યશ રાજ ફિલ્મ્સે સત્તાવાર રીતે આ જાહેરાત કરી છે અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવાના અનોખા અંદાજે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. OCD ટાઈમ્સે એક મજેદાર ‘WhatsApp ચેટ’ શૈલીનો વિડીયો શેર કર્યો, જેમાં YRF સ્પાય યુનિવર્સના પાત્રો—શાહરૂખ ખાન (પઠાણ), ઋતિક રોશન (કબીર), સલમાન ખાન (ટાઈગર), દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ અને શર્વરી વાઘનો સમાવેશ થાય છે. ચેટ દરમિયાન શાહરૂખ ખાન હોળીની શુભકામનાઓ પાઠવે છે, અને પછી બધા જાસૂસો તેની પર પ્રતિક્રિયા આપે છે. આ મજેદાર ચેટ અંતે ‘વોર 2’ની રિલીઝ ડેટ જાહેર થાય છે.
‘વોર 2’ YRF સ્પાય યુનિવર્સની એક મહત્ત્વપૂર્ણ કડી છે. 2019માં આવેલી ‘વોર’ ફિલ્મના સિક્વલ રૂપે, આ વાર્તા વધુ મોટા પાયે એક્શન અને રોમાંચ સાથે આવશે. ઋતિક રોશન અને જુનિયર એનટીઆરના ટકરાવને લઈને ચાહકો ખૂબ જ ઉત્સુક છે.