SBI
SBIની ‘અમૃત વૃષ્ટિ’ FD યોજના રોકાણકારોને આકર્ષક વ્યાજ દરો અને સુરક્ષિત રોકાણની તક પૂરી પાડે છે. સામાન્ય નાગરિકો માટે 7.25% વ્યાજ, જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે 7.75% વ્યાજ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 2 લાખ રૂપિયાની FD પર, વરિષ્ઠ નાગરિકોને 19,859 રૂપિયાનું વ્યાજ (કુલ 2,19,859 રૂપિયા) અને સામાન્ય નાગરિકોને 18,532 રૂપિયાનું વ્યાજ (કુલ 2,18,532 રૂપિયા) મળશે.
આ FD સ્કીમ 444 દિવસ માટે ઉપલબ્ધ છે, એટલે કે પૈસા લાંબા સમય સુધી અટકશે નહીં. SBI એક સરકારી બેંક હોવાથી, તમારી રોકાણ રકમ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ યોજના માત્ર 31 માર્ચ 2025 સુધી ઉપલબ્ધ છે, એટલે કે રોકાણ માટે મર્યાદિત સમય છે. તમે આ સ્કીમમાં 3 કરોડ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો.
રોકાણ કેવી રીતે કરવું? SBIની કોઈ પણ શાખામાં જઈને, SBI નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ એપ અથવા SBI YONO એપ દ્વારા સરળતાથી આ FD બુક કરી શકાય છે. જો તમે સલામત અને વધુ વ્યાજ દર પર રોકાણ કરવાની તક ગુમાવવું નથી માંગતા, તો 31 માર્ચ 2025 પહેલા આ ‘અમૃત વૃષ્ટિ’ FD યોજનાનો લાભ જરૂરથી લઈ લો!