Luxury Handbag To Carry Eggs Viral Video: લક્ઝરી ફેશનનો નવતર ટ્રેન્ડ, ઈંડા માટે ખાસ હેન્ડબેગ!
Luxury Handbag To Carry Eggs Viral Video: ફેશન ઉદ્યોગમાં નવી નવી ટ્રેન્ડ્સ જોવા મળતી હોય છે, પરંતુ તાજેતરમાં એક અનોખી હેન્ડબેગ ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને ઈંડા રાખવા માટે ડિઝાઇન કરાયેલ આ લક્ઝરી બેગ સોશિયલ મીડિયા પર ભારે વાઈરલ થઈ રહી છે.
આ બેગમાં નાના કમ્પાર્ટમેન્ટ છે, જ્યાં ઈંડાને સુરક્ષિત રાખી શકાય. ફેશન અને પ્રેક્ટિકલ ઉપયોગ બંનેને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલ આ પર્સ ડાયના ડિરેક્ટર અને બિલી હિલરે બનાવ્યું છે. તેમની આ કૃતિ ચેનલ બ્રાન્ડથી પ્રેરિત છે, અને જ્યારે તે ન્યૂયોર્કના ચેનલ સ્ટોર ખાતે રજૂ કરવામાં આવ્યું, ત્યારે ફેશન ઉદ્યોગે તેને એક સર્જનાત્મક માસ્ટરપીસ ગણાવી.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી. કેટલાકએ તેને અનાવશ્યક લક્ઝરી ગણાવી, જ્યારે કેટલાકએ તેને અનોખી ડિઝાઇન તરીકે વખાણી. એક યુઝરે મજાકમાં લખ્યું, “હવે શ્રીમંતો ઈંડા માટે પણ લક્ઝરી બેગ લાવશે?” તો બીજાએ ચિંતાવ્યક્ત કરી કે જો બેગ પડી જાય તો શું થશે?
આ બેગ ફેશનની નવી લહેર લાવશે કે નહીં, તે સ્પષ્ટ નથી. પરંતુ એ ચોક્કસ છે કે તેણે ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી છે.