SBI
દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માટેના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. 15 એપ્રિલ 2025થી અમલમાં આવનારા નવા દરો અનુસાર, ખાસ કરીને 1 થી 3 વર્ષની મુદત ધરાવતી થાપણો પર 10 બેસિસ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. આ સાથે બેંકે ફરીથી તેની લોકપ્રિય ‘અમૃત વૃષ્ટિ’ FD યોજના પણ રજૂ કરી છે, જોકે હવે તેમાં પણ ઓછું વ્યાજ મળશે.
અપડેટ થયેલા વ્યાજ દરો:
-
1 થી 2 વર્ષની FD – સામાન્ય ગ્રાહકો માટે 6.80% થી ઘટાડીને 6.70%, વરિષ્ઠ નાગરિકો માટે 7.30% થી ઘટાડીને 7.20%
-
2 થી 3 વર્ષની FD – સામાન્ય માટે 7.00% થી 6.90%, વરિષ્ઠ નાગરિકો માટે 7.50% થી 7.40%
અમૃત વૃષ્ટિ FD યોજના (444 દિવસ):
-
સામાન્ય નાગરિકો માટે 7.05%
-
વરિષ્ઠ નાગરિકો માટે 7.55%
-
સુપર સિનિયર નાગરિકો માટે 7.65%
(અગાઉ ક્રમશઃ 7.25%, 7.75% અને 7.85% હતો)
SBIના નવા FD વ્યાજ દર (15 એપ્રિલ 2025થી):
મુદત | સામાન્ય ગ્રાહકો | વરિષ્ઠ નાગરિકો |
---|---|---|
7 દિવસથી 45 દિવસ | 3.50% | 4.00% |
46 દિવસથી 179 દિવસ | 5.50% | 6.00% |
180 દિવસથી 210 દિવસ | 6.25% | 6.75% |
211 દિવસથી 1 વર્ષ કરતાં ઓછું | 6.50% | 7.00% |
1 વર્ષથી 2 વર્ષ કરતાં ઓછું | 6.70% | 7.20% |
2 વર્ષથી 3 વર્ષ કરતાં ઓછું | 6.90% | 7.40% |
3 વર્ષથી 5 વર્ષ કરતાં ઓછું | 6.75% | 7.25% |
5 વર્ષથી 10 વર્ષ સુધી | 6.50% | 7.50%* |