વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસના અમેરિકા પ્રવાસ પર છે. ગુરુવારે ૨૨મી જૂનના રોજ તેમણે વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતી જાે બાઇડન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક બાદ નરેન્દ્ર મોદી અને જાે બાઇડને એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં નરેન્દ્ર મોદીને ભારતમાં માનવ અધિકાર અને માઇનોરિટી માટેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં.
તેના જવાબમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં લોકશાહી છે. જેમ રાષ્ટ્રપતી જાે બાઇડને કહ્યું તેમ બંને દેશોના ડીએનએમાં જ લોકશાહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે અમે લોકશાહી જીવીએ છીએ. લોકશાહીના મૂલ્યો પર આધારિત અમારા સંવિધાનના આધારે અમારી સરકાર કામ કરે છે.
ભારતમાં જાતી, ધર્મ, પંથ, લિંગ આવો કોઇ પણ ભેદભાવ થતો નથી. માનવીય મૂલ્યો અને માનવઅધિકાર નહીં હોય તો લોકશાહી ટકી શકશે નહીં. ભારત સબકા સાથ, સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસપ આ મંત્ર સાથે કામ કરે છે.
તેમણે વધુમાં કહ્યું કે, ભારત એક લોકશાહી રાષ્ટ્ર છે. અમારા ડીએનએમાં જ લોકશાહી છે. લોકશાહી અમારો આત્મા છે. અમે લોકશાહી જીવીએ છીએ. વડા પ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર લોકશાહીના મૂલ્યો પર આધારિત સંવિધાન પર ચાલે છે. અમે એ સિદ્ધ કર્યુ છે કે લોકશાહી જ બધાનો ઉદ્ધાર કરી શકે છે. ઉપરાંત લોકશાહીમાં જાતી, ધર્મ, પંથ વગેરે માટે કોઇ સ્થાન નથી. જ્યાં માનવીય હક અને માનવીય મૂલ્યો હોતાં નથી ત્યાં લોકશાહી હોતી નથી.