વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બીજી વખત યુએસ કોંગ્રેસને સંબોધન કર્યું હતું. તેમનું ભાષણ લગભગ એક કલાક લાંબું હતું, અને તેમાં ઘણા ધારાશાસ્ત્રીઓ અને ભારતીય-અમેરિકન સમુદાયે હાજરી આપી હતી. યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન દરમિયાન મોદી વિવિધ મુખ્ય મુદ્દાઓ પર વાત કરી હતી. જાણકારી માટે કે ૨૦૧૬માં તેમણે લગભગ ૪૫ મિનિટનું ભાષણ આપ્યું હતું.
પીએમ મોદીએ પોતાનું સંબોધન પૂરું કરતાની સાથે જ અમેરિકાના કેટલાક ધારાસભ્યો તેમની સાથે વાતચીત કરવા, તેમનો ઓટોગ્રાફ લેવા અને સેલ્ફી લેવા દોડતા જાેવા મળ્યા હતા. આ દરમિયાન કેમ્પસ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાથી ગુંજી ઉઠ્યું હતું.
પીએમ મોદી પાસેથી ઓટોગ્રાફ માંગનારાઓમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર કેવિન મેકકાર્થી પણ સામેલ હતા. પીએમ મોદીએ યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરવાની મંજૂરી આપવા બદલ મેકકાર્થીનો આભાર માન્યો હતો.
મેકકાર્થીએ ટ્વીટ કર્યું હતું કે, ‘વિશ્વમાં લોકશાહીના સૌથી મહાન પ્રતીકોમાંથી એક એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું યુએસ કેપિટલમાં સ્વાગત કરવું એ સૌભાગ્યની વાત છે. હું અમારા બે મહાન દેશો વચ્ચે આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધોમાં વૃદ્ધિની આશા રાખું છું. વડા પ્રધાનના ભાષણ દરમિયાન એક નોંધપાત્ર ક્ષણ આવી જ્યારે તેમણે ભારતીય મૂળના અમેરિકનો વિશે વાત કરી. તેમણે કહ્યું હતું કે, ‘અમેરિકાની સ્થાપના સમાન દૃષ્ટિકોણ ધરાવતા લોકોથી પ્રેરિત હતી. તમારા સમગ્ર ઇતિહાસમાં, તમે વિશ્વભરના લોકોને સ્વીકાર્યા છે અને તમે તેમને અમેરિકન સ્વપ્નમાં સમાન ભાગીદાર બનાવ્યા છે.’